અહેવાલ
અરવલ્લી:હિતેન્દ્રભાઇ પટેલ
મોડાસા : મોડાસાના કાજીવાડા વિસ્તારમાં જુગાર રમતા 2 શકુનિઓ ઝડપાયા, 2 શકુનિઓ ફરાર
મોડાસા ટાઉન પોલીસે કસ્બા કાજીવાડા વિસ્તારમાં ખુલ્લા મેદાનમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા 2 શકુનિઓને કોર્ડન કરી ઝડપી પાડી પોલીસ રેડ જોઈ ફરાર અન્ય બે જુગારીઓને ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથધરી છે
મોડાસા ટાઉન પીઆઇ ડી.કે.વાઘેલા અને તેમની ટીમે ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા કસ્બાના કાજીવાડાના મેદાનમાં રાત્રીના સુમારે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગારીઓ ગંજી પત્તાનો હારજીતનો જુગાર રમતા હોવાની બાતમી મળતા પોલીસ તાબડતોડ બાતમી આધારિત સ્થળે ત્રાટકી શકુનિઓને કોર્ડન કરી લેતા શકુનિઓ ચોંકી ઉઠ્યા હતા ટાઉન પોલીસે જુગાર રમતા 1)શાહબાઝ હબીબભાઇ કાંકરોલીયા (રહે,જાજ ફળી),2)મો.મુનીશ મો.રફીક જમાદાર (રહે,નાની વહોરવાડ)ને દબોચી તેમની પાસેથી હારજીતની બાજીમાં લગાડેલ અને અંગજડતી દરમિયાન મળી આવેલ રૂ.1450 કબ્જે કરી પોલીસ રેડ જોઈ નાસી છૂટેલા 1)વાહીદ સલીમભાઈ સાવ (રહે,મોચીવાડા) અને 2)મોઇન અબ્દુલભાઇ સૂફી (રહે,કોટાકડી ભાગોળ) સામે જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા