તા.05/10/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
115 ગૌવંશને ક્રુરતા પુર્વક બાંધી લઈ જતા પાંચ ટ્રકો ગૌરક્ષકોએ રોકતા સમગ્ર મામલો આવ્યો બહાર
મુળીના રાણીપાટ ગામ પાસે ગૌરક્ષકો અને ગામજનોએ શંકાના આધારે પાંચ જેટલા આઈશરો ગૌવંશથી ખીચ્ચો ખીચ્ચ ભરેલા હોય અને તેમાં ઠાંસી ઠાંસીને ગાયો ભરેલી હોય જેમાં જોતા અદાજે 20 ગાયો મૃત હાલતમાં જોવા મળી હતી અને ટ્રક ચાલકો ટ્રક મુકી નાશી છુટયા હોય અને આ પકડવા માટે ચોટીલા મોરબી હળવદ ગોરક્ષકો રાણીપાટ આવેલ હતા આ ગાયોના મોત બાબતે પોલીસ તપાસ અને કાયદેસર કાર્યવાહી માટે ગૌરક્ષકોએ આક્રોશ વ્યકત કર્યો હતો આ બાબતે વધુમાં વિગતો ચોટીલા ગૌરક્ષક હરેશભાઈ ચૌહાણ જણાવ્યું હતું કે ગાયોના મોતના સોદાગરો ઉપર કાર્યવાહી કરવામાં આવે આ બાબતે હિન્દુ સંગઠન દ્વારા એસ.પી. સુધી રજુઆત કરવામાં આવી છે અને મૃતક ગાયોના પી.એમ કરવાની માંગ કરવામાં આવી છે અને પશુ ક્રુરતાધારા અનુસંધાને દોષિતો ઉપર કેસ કરવામાં આવે અને આવનાર દિવસોમાં ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવશે જાણવા મળતી વિગત પ્રમાણે રેઢિયાળ ગાયો તેમજ ગોવંશ માલવણ વિસ્તારમાં ખેતી વાડીમાં રંજાડ કરતાં હોવાથી વાહનો મારફતે ચોટીલા તરફ ઉતારી રેઢાં મુકવાનાં હતાં ત્યારે મૂળીના રાણીપાટ ગામથી વાહનો પસાર થતાં ગ્રામજનો તેમજ ગૌરક્ષકોને શંકા જતાં વાની તલાસી લીધી હતી તેમાં કુર્તા પુર્વક ગાયો તેમજ ગોવંશ ખીચોખીચ ભરેલા જોઈને લોકો પણ ચોંકી ગયા હતા ત્યારે જીવદયા પ્રેમીઓને જાણ કરાતા તે ઘટનાસ્થળે પહોંચ્યા હતા ત્યારે એવું પણ કહેવાય રહ્યું છે ટ્રકમાં ભરેલાં પશુઓને જોતાં 15 થી વધુના મોત થયાં હતાં તેમજ વાહન ચાલકો વાહનો મુકીને નાસી ગયા હતા ત્યારે મોરબી, રાજકોટ,થાનગઢના, ચોટીલાના જીવ દયાપ્રેમીએ પશુઓને રેસ્કયુ કરીને ધાંગધ્રા વિસ્તારમાં આવેલી પાંજરાપોળમાં પહોંચવામાં આવ્યા છે ત્યારે ઇજાગ્રસ્ત હાલતમાં ગાયોને સારવાર માટે ડોક્ટર પહોંચી ગયાં છે તે ઉપરાંત જે ગાયો તેમજ ગૌવંશનાં મોત થયા છે તેની પીએમ કરવામાં માટેની તજવીજ હાથ ધરી છે આ ગાયો તેમજ ગોવંશનાં મોતના મામલે સમગ્ર ગુજરાતનાં જીવ દયાપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે તેમજ ગૌરક્ષકોનું કહેવું છે ગાયોના મોત થયાં છે તેમાં જે લોકો જવાબદાર હોય તેની પોલીસ દ્વારા તપાસ થાય અને એલોકો ઉપર કડક કાર્યવાહી કરવામાં આવી તેવી માંગ પણ કરવામાં આવી છે..