ઉત્તરકાશીની ટનલની અંદર ફસાયેલા તમામ 41 લોકો સુરક્ષિત

0
483
વાત્સલ્યમ્ સમાચાર

સિલક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને બચાવવા માટે રેસક્યૂ અભિયાન 24 કલાકથી ઝડપી બનાવવામાં આવ્યું છે. ટનલની અંદર ફસાયેલા મજૂરોની પ્રથમ તસવીર સામે આવી છે.તસવીરમાં તમામ મજૂર જોવા મળી રહ્યાં છે. સિલક્યારા ટનલની અંદરથી અમેરિકન ઓગર મશીનથી એસ્કેપ ટનલ બનાવવાનું કામ ફરી શરૂ થવાનું છે. દિલ્હીથી આવેલી મિકેનિકલ ટીમે અમેરિકન ઓગર મશીનના પાર્ટ્સ બદલ્યા છે અને મશીન ચલાવવા માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે.

ભૂસ્ખલનના કાટમાળમાં છ પાઇપ નાખવામાં આવ્યા બાદ પ્રથમ વખત મજૂરોને નક્કર ખોરાક પહોંચાડવામાં આવ્યો હતો. આ સાથે પાઇપ દ્વારા કેમેરા પણ મોકલવામાં આવ્યો હતો. જેના કારણે ટનલની અંદરની તસવીર સામે આવી છે. પ્રથમ વખત મજૂરોની તસવીર સામે આવી છે. જે મજૂરો અંદર ફસાયા છે. તેમણે અધિકારીઓ સાથે પણ વાત કરી છે અને તેમની સ્વાસ્થ્ય વિશે જાણકારી પણ મેળવી હતી.

રાત્રિ દરમિયાન ડિઝાસ્ટર મેનેજમેન્ટ હેલ્પ ડેસ્ક પર કર્મચારીઓ તૈયાર જોવા મળ્યા હતા.પરંતુ એનએચઆઈડીસીએલના કંટ્રોલ રૂમમાં માત્ર એક બાજુનો ઈજનેર હાજર જોવા મળ્યો હતો. કંટ્રોલરૂમના ઇન્ચાર્જ ઉપરાંત અન્ય જવાબદાર અધિકારીઓ કંટ્રોલરૂમમાં જોવા મળ્યા ન હતા.

બચાવ કામગીરીની સમીક્ષા કરવા આવેલા કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ પણ ઓગર મશીનનો વિકલ્પ વધુ આશાસ્પદ ગણાવ્યો હતો. ગડકરીએ કહ્યું કે બચાવ કામગીરી માટે નક્કી કરાયેલા પાંચેય વિકલ્પો પર કામ ચાલી રહ્યું છે. ઓગર મશીનની મદદથી બેથી અઢી દિવસમાં ફસાયેલા મજૂરો સુધી બેશક પહોંચી શકાશે. ઓગર મશીન બંધ થવા પાછળના કારણોનો ઉકેલ લાવવા અને શક્ય તેટલી વહેલી તકે તેને શરૂ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બાકીના વિકલ્પોમાં સમય લાગી શકે છે.

ગડકરીએ કહ્યું કે 17 નવેમ્બરે ઓગર મશીન બંધ થવા પાછળનું કારણ ટનલમાં પડેલો કાટમાળ નથી પરંતુ કાટમાળમાં કોઈ વસ્તુ ફસાઈ ગઈ હતી જેને મશીન કાપી શકવા સક્ષમ ન હતું. તે ખડક અથવા મશીન હોઈ શકે છે, જેને ઓગર મશીન ભેદવામાં અને આગળ વધવામાં સક્ષમ નથી. જેના કારણે કામકાજને અસર થઈ રહી છે. જ્યારે વધુ પડતું બળ લાગુ કરવામાં આવે છે, ત્યારે મશીનમાં ઘણું વાઇબ્રેશન થાય છે. ગડકરીએ કહ્યું કે નિષ્ણાતો આનો ઉકેલ શોધી રહ્યા છે. મશીન ઉપર મજબુત શેડ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેથી ટનલમાં કામ કરતા લોકો સુરક્ષિત રહે.ઉત્તરકાશીની ટનલની અંદર ફસાયેલા તમામ 41 લોકો સુરક્ષિત

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews