NATIONAL

ધર્મ પરિવર્તન એક ગંભીર મુદ્દો, તેને રાજકીય રંગ આપવો એ ખોટું:સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટમાં આજે દેશના બે મોટા મુદ્દા ધર્મ પરિવર્તન અને પૂજા સ્થળ કાયદા અંગે સુનાવણી હાથ ધરવામાં આવી છે, જેમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે ધર્મ પરિવર્તન એક ગંભીર મુદ્દો છે તેને રાજકીય રંગ આપવો જોઈએ નહીં. મીડિયા અહેવાલ મુજબ, આ સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે આ મામલે એટર્ની જનરલ આર વેંકટરામણીનો જવાબ માંગ્યો છે.

પૂજા સ્થળ કાયદાને પણ કાર્ટમાં પડકારવામાં આવ્યો: 

મીડિયા રિપોર્ટ મુજબ, સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં લાલચથી બળજબરીથી ધર્માંતરણ વિરુદ્ધ કડક કાર્યવાહીની માગ કરવામાં આવી છે. આ અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે આ મામલે એટર્ની જનરલ આર વેંકટરામણીનો જવાબ માંગ્યો છે. ઉપરાંત પૂજા સ્થળ કાયદાને પણ કાર્ટમાં પડકારવામાં આવ્યો છે. સૂત્રો મુજબ, મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડ અને ન્યાયાધીશ પી.એસ. નરસિમ્હાની બેન્ચે પૂજાના સ્થળો અંગેની સુનાવણી અંગે રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીની અરજી સહિત છ અરજીઓને સૂચિબદ્ધ કરી છે. આ અરજીઓ આ કાયદાની જોગવાઈઓને પડકારે છે. જણાવી દઈએ કે, પ્લેસ ઓફ વર્શીપ એક્ટ મુજબ 15 ઓગસ્ટ, 1947ના રોજ ધાર્મિક સ્થળોની પ્રકૃતિ બદલવા માટે કેસ દાખલ કરી શકાય નહીં.

આ મુદ્દાને રાજકીય ન બનાવો: સુપ્રીમ કોર્ટ

તમિલનાડુ સરકાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ પી. વિલ્સને આ અરજીને રાજકીય રીતે પ્રેરિત ગણાવી હતી. તેમણે ભારપૂર્વક કહ્યું કે, તમિલનાડુમાં આવા ધર્માંતરણનો કોઈ પ્રશ્ન જ નથી. તેના પર સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે, કોર્ટની સુનાવણીને અન્ય બાબતો તરફ વાળવાનો પ્રયાસ કરશો નહીં. અમને આખા દેશની ચિંતા છે, જો તમારા રાજ્યમાં આવું થઈ રહ્યું છે તો તે ખરાબ છે અને જો તે નથી થઈ રહ્યું તો તે સારું છે. તેને કોઈ રાજ્યને લક્ષ્ય તરીકે ન જુઓ. તેને રાજકીય ન બનાવો.

લોભ, કપટ અને દબાણના કારણે ધર્મ પરિવર્તન એ ગંભીર મુદ્દો: કેન્દ્ર

અગાઉ 5 ડિસેમ્બરના રોજ બળજબરીથી ધર્માંતરણ વિરુદ્ધ કાયદો બનાવવાની માંગ કરતી અરજીઓ અંગે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે તેને ગંભીર મુદ્દો ગણાવ્યો હતો. અગાઉની સુનાવણીમાં કોર્ટે કેન્દ્ર પાસેથી વિગતવાર એફિડેવિટ માંગી હતી. જ્યારે એફિડેવિટમાં કેન્દ્રએ જવાબ આપ્યો હતો કે લોભ, કપટ અને દબાણના કારણે ધર્મ પરિવર્તન એ ગંભીર મુદ્દો છે. કેન્દ્રે કહ્યું હતું કે, બળજબરીથી ધર્માંતરણ એ મૂળભૂત અધિકાર નથી. આ મામલે જરૂરી પગલાં લેવામાં આવશે.

ગુજરાતમાં બળજબરીથી થતા ધર્માંતરણ સામે એફિડેવિટ દાખલ કરાઈ

નોંધનીય છે કે, ગુજરાત સરકારે બળજબરીથી થતા ધર્માંતરણ સામે એફિડેવિટ દાખલ કરી છે, જેમાં બળજબરીથી ધર્માંતરણ પર પ્રતિબંધને સમર્થન આપવામાં આવ્યું છે. છેલ્લી સુનાવણીમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, આ મામલે રાજ્યો પાસેથી માહિતી મળી રહી છે, ગુજરાતમાં તેની વિરુદ્ધ કડક કાયદો છે અને કેન્દ્ર એક અઠવાડિયામાં તમામ રાજ્યો પાસેથી માહિતી એકત્ર કરશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!