દિલ્હી લિકર કૌભાંડ કેસમાં આમ આદમી પાર્ટી સાંસદ સંજયસિંહની EDએ ધરપકડ કરી છે. આપ નેતાની સવારથી ED દ્વારા પૂછપરછ ચાલી રહી હતી. બીજી તરફ સંજયસિંહના ઘરની બહાર આપના કાર્યકર્તા એકઠા થયા છે. કેન્દ્ર સરકાર વિરૂદ્ધ તેઓ નારેબાજી કરી રહ્યા છે.
દરમિયાન દિલ્હી લિકર કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ – EDએ મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ લાંબી પુછપરછ બાદ સંજય સિંહની ધરપકડ કરી છે. ઈડીએ બુધવારે AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહના ઘરે દરોડા પાડ્યા હતા. ઈડી લિકર કૌભાંડમાં મની લોન્ડ્રિંગની તપાસ કરી રહી છે. ઈડીએ ગત દિવસોમાં આ મામલે ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં સંજય સિંહનું પણ નામ સામેલ છે.
મળતા અહેવાલો મુજબ ઈડીની ટીમે સંજય સિંહની 10 કલાક સુધી પુછપરછ કરી હતી. હાલ સંજય સિંહ તેમના નિવાસ સ્થાને ઉપસ્થિત છે. પુછપરછ બાદ ઈડીએ સંજય સિંહની ધરપકડ કરી લીધી છે. ત્યારબાદ પૈરામિલિસ્ટ્રી ફોર્સ પણ તૈનાત કરવામાં આવી છે. તો બીજીતરફ સંજય સિંહના ઘરની બહાર આમ આદમી પાર્ટી કાર્યકરો એકઠા થવાનું શરૂ થઈ ગયું છે અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી રહ્યા છે.