મોદીના નામે વોટ માગતા BJPના નેતાઓને ચપ્પલથી ફટકારો

0
12
વાત્સલ્યમ્ સમાચાર

કર્ણાટકમાં શ્રી રામ સેનાના પ્રમુખ પ્રમોદ મુથાલિકે વડાપ્રધાન મોદીના નામ પર વોટ માંગવા બદલ ભાજપના નેતાઓ સામે આકરા પ્રહારો કરતાં વિવાદિત નિવેદન આપ્યું હતું.  કારવારમાં તેમણે કહ્યું કે  ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લેશે તો ભાજપના નેતાઓને ચપ્પલથી ફટકારવામાં આવશે. મુથાલિકે 23 જાન્યુઆરીએ જાહેરાત કરી હતી કે તેઓ કરકલાથી અપક્ષ ઉમેદવાર તરીકે વિધાનસભા ચૂંટણી લડશે.

એક અહેવાલ અનુસાર શ્રી રામ સેનાના પ્રમુખ પ્રમોદ મુથાલિકે કહ્યું કે તે લાયક જ નથી. આ નકામા લોકો પીએમ મોદીનું નામ લે છે, પરંતુ તેઓ તેમના કાર્યકર્તાઓની સમસ્યાઓને સમજી શકતા જ નથી. હિંદુ સેનાના વડાએ કથિત રીતે ભાજપના નેતાઓને મોદીના નામ અને ફોટાનો ઉપયોગ કર્યા વિના મતદારોને રિઝવવાનો પ્રયાસ કરવા ચેલેન્જ કર્યા હતા.

તેમણે કહ્યું આ વખતે મોદીનું નામ લીધા વગર વોટ માંગો. પેમ્ફલેટ અને બેનરો પર મોદીની તસવીર ન હોવી જોઈએ. મતદારો કહે છે કે તમે ગાયોને બચાવી છે, તમે હિન્દુત્વ માટે કામ કર્યું છે. તો ગર્વ સાથે કહો તમે ઘણું કામ કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, તેઓ આવું નહીં કરે,  તે ફરીથી તમારા ઘરઆંગણે આવશે અને કહેશે કે  આપને વિનંતી છે કે ‘કૃપા કરીને પીએમ મોદીને તમારો મત આપો, કૃપા કરીને તમારો મત પીએમ મોદીને જ આપો. જો તેઓ મોદીના નામે વોટ માગે તો  ચપ્પલ વડે માર મારો.

download 5

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews