NATIONAL

પીએનજી-સીએનજીના ભાવમાં વધારો, ઉદ્યોગ માટેના ગેસના ભાવમાં ઘટાડો

કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસના ભાવમાં રૃા. ૩.૫૦નો વધારો કર્યો છે. સીએનજીના ભાવ કિલોએ રૃા. ૭૫.૦૨ હતા તે વધારીને રુ. ૭૮.૫૨ કરવામાં આવ્યા છે. જ્યારે ઉદ્યોગોને આપવામાં આવતા નેચરલ ગેસના સપ્લાયના ભાવમાં અંદાજે રૃા. ૭નો ઘટાડો કરવામાં આવ્યો છે. તેમ જ રસોડામાં વપરાતા પીએનજીના ભાવમાં સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર ગેસના રૃ. ૪૮.૦૫ હતા તે વધારીને રૃા. ૫૦.૪૩ કર્યા છે. આમ તેમાં રૃા. ૨.૩૮નો વધારો કરવામાં આવ્યો છે. જોકે આ વધારા પછીય કંપનીના પીએનજીના ભાવ અન્ય કંપનીઓના ભાવથી ઓછા છે. કંપનીએ પહેલી ઓક્ટોબરના અરસામાં કરેલા ફેરફાર પછી પહેલીવાર ભાવમાં ફેરફાર કર્યો છે. અન્ય કંપનીઓએ વચગાળામાં બીજા ફેરફાર કરેલા છે. ગેસના ભાવમાં કરવામાં આવેલો વધારો ચોથી જાન્યુઆરીથી જ લાગુ કરી દેવામાં આવ્યો છે.
રસોડાના ગેસમાં કરેલા ભાવના વધારાની અસર નવ લાખ પીએનજી વપરાશકારોને પર પડશે. તેમ જ સીએનજીથી દોડતા નવ લાખથી વધુ વાહનચાલકોએ પણ ભાવ વધારાનો બોજ વેંઢારવો પડશે. બીજીતરફ ગુજરાતમાં ૪૫૦૦થી વધુ ઔદ્યોગિક ગેસ વપરાશકારોને સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરે રૃા. ૭નો ઘટાડો કરી આપવામાં આવ્યો છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!