Sikkim Flood : સિક્કિમમાં પૂરથી 22 સૈનિકો સહિત 102 લોકો લાપતા, 14ના મોત

0
206
વાત્સલ્યમ્ સમાચાર

સિક્કિમમાં ગઈકાલે વાદળ ફાટ્યા બાદ તિસ્તા નદીમાં અચાનક ભયાનક પૂર આવ્યું હતું જેના કારણે તબાહી સર્જાઈ હતી. આ અચાનક આવેલા પૂરમાં અત્યાર સુધીમાં 14 લોકોના મૃત્યુ થયાનો અહેવાલ છે.

ગઈકાલે આવેલા વિનાશક પૂરમાં સેનાના 22 જવાનો સહિત 102 લોકો હજુ પણ લાપતા છે તેમજ 26 લોકો ઘાયલ થયાના સમાચાર મળી રહ્યા છે જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે અને NDRFની ટીમ તૈનાત રાખવામાં આવી છે. પૂરના કારણે નેશનલ હાઈવે 10 પણ ધોવાઈ ગયો છે તેમજ તિસ્તા નદીના જળસ્તરમાં 15થી 20 ફૂટનો વધારો થયો છે. સિક્કિમમાં આવેલા પૂરને કારણે 22 હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે અને આ પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી 1 હજારથી પણ વધુ લોકોનું સ્થાળાંતર કરવામાં આવ્યું છે જેમાં પર્યટકનો પણ સમાવેશ થાય છે.

સિક્કિમના મુખ્ય સચિવ વી બી પાઠકે જણાવ્યું હતું કે દેશના અલગ-અલગ ભાગોમાંથી લગભગ ત્રણ હજાર પ્રવાસીઓ પૂર પ્રભાવીત વિસ્તારોમાં ફસાયેલા છે. તેમણે કહ્યું કે ચુંગથાંગમાં તિસ્તા ફેઝ થ્રી ડેમ પર કામ કરતા ઘણા કર્મચારીઓ પણ ફસાયેલા છે. આ ઉપરાંત મુખ્ય સચિવે જણાવ્યું હતું કે પૂરના કારણે રસ્તાઓ અને પુલ સહિત અન્ય માળખાગત સુવિધાઓને વ્યાપક નુકસાન થયું છે જેમાં લગભગ 14 પુલ ધરાશાયી થયા છે, જેમાંથી નવ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન હેઠળના છે અને પાંચ રાજ્ય સરકારના છે.

Sikkim Flood 01 Sikkim Flood

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews