નવી દિલ્હી, તા.13 સપ્ટેમ્બર-2023, બુધવાર
કારમાં ફરજીયાત 6 એરબેગ અંગે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ મોટી જાહેરાત કરી છે. વાહનોમાં મુસાફરોની સુરક્ષા વધારવા માટે એરબેગની સંખ્યા વધારવાની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી હતી. ગત અહેવાલો મુજબ આગામી ઓક્ટોબર મહિનાથી વેચાતી તમામ કારોમાં 6 એરબેગ ફરજીયાત ઈન્સ્ટોલ કરવાના અહેવાલો હતા. ત્યારે આજે કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ એક કાર્યક્રમમાં જણાવ્યું કે, દેશમાં આ વર્ષની શરૂઆતમાં નવો ક્રેશ ટેસ્ટ નિયમ લાગુ થઈ ગયો છે, જેના કારણે ભારત સરકાર પ્રવાસી વાહનો માટે 6 એરબેગ સુરક્ષા નિયમને ફરજીયાત નહીં બનાવે.
ટો માર્કેટ બની ગયું છે… ઉપરાંત વાહનોમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવાની કંપનીઓની સ્પર્ધા વધી ગઈ છે… વાહન માલિકો પણ નવી ટેકનોલોજી અને ફિચર્સ વધુ પસંદ કરી રહ્યા છે… કેટલીક કંપનીઓ અગાઉથી જ 6 એરબેગ સાથે વાહનોનું વેચાણ કરી રહી છે… આવી સ્થિતિમાં જે બ્રાન્ડો સ્પર્ધામાં ટકી રહેવા ઈચ્છે છે તેઓ પણ વાહનોમાં 6 એરબેગ આપશે… પરંતુ અમારે તેને ફરજીયાત કરીશું નહીં..
ઉલ્લેખનિય છે કે, ગત વર્ષે નિતિન ગડકરીએ કહ્યું હતું કે, ઓક્ટોબર-2023થી દેશમાં ‘વાહનોમાં 6 એરબેગ’નો નવો નિયમ લાગુ કરી દેવાશે. તેમણે મીડિયા સામે કહ્યું હતું કે, દેશમાં સૌથી વધુ મધ્યમ પરિવારો દ્વારા નાની કારોની ખરીદી કરવામાં આવે છે અને ઓછા બજેટની કારોની પણ ડિમાન્ડ ખુબ છે. પરંતુ તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે, વાહન ઉત્પાદક કંપનીઓ માત્ર ઊંચી કિમતોવાલી પ્રીમિયમ કારોમાં જ 6 અથવા 8 એરબેગ્સની સુવિધા કેમ આપે છે…