NATIONAL

મહિલાઓને નિર્વસ્ત્ર કરી રસ્તા પર દોડાવાઈ

મણિપુરમાં હિંસા ચાલુ છે. આ દરમિયાન માનવતાને શર્મસાર કરતો એક મામલો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. મહિલાઓને ટોળા દ્વારા નગ્ન અવસ્થામાં લઈ જવામાં આવી રહી છે.

હિંસાગ્રસ્ત મણિપુરની બે મહિલાઓનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં નગ્ન અવસ્થામાં રસ્તા પર પરેડ કરાવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો મુજબ લોકોના ટોળાએ તેમને નગ્ન કરી પરેડ જ નહોતી કરાવી પણ સાથે જ તેમના પર સામૂહિક દુષ્કર્મ પણ આચર્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે. માહિતી અનુસાર દુષ્કર્મ અને મારપીટ બાદ મહિલાઓ બોલી પણ શકતી નથી.

વીડિયો મણિપુરની રાજધાની ઇમ્ફાલથી 35 કિમી દૂર કંગપોકપી જિલ્લાનો છે, જે 4મે નો હોવાનું કહેવાઈ રહ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. આ કેસમાં પોલીસે કહ્યું છે કે, એફઆઈઆર નોંધવામાં આવી છે. ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે અને આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.
મેઇટી સમુદાયની અનુસૂચિત જનજાતિ (ST)ના દરજ્જાની માંગના વિરોધમાં 3મેના રોજ પહાડી જિલ્લાઓમાં ‘આદિવાસી એકતા માર્ચ’નું આયોજન કરવામાં આવ્યું તે પછી અથડામણો શરૂ થઈ. હિંસામાં 120 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ વીડિયો 4મેનો જણાવવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!