નવસારી: ‘અમૃત કળશ યાત્રા’ રથને પ્રસ્થાન કરાવતા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈ

0
72
વાત્સલ્યમ્ સમાચાર

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
IMG 20231026 WA0324આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે દેશ-રાજ્યવ્યાપી ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત ‘અમૃત કળશ યાત્રા’ રથને નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈ તથા મહાનુભાવોને હસ્તે પ્રસ્થાન કરવામાં આવ્યો હતો. IMG 20231026 WA0322આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ જણાવ્યું કે , ‘મારી માટી મારો દેશ’ અભિયાન દેશની માટી અને વીર શહીદોને નમન કરવાનો ઉત્સવ બન્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ માટી એટલે જનની અને વીરોને નમન કરી સન્માન આપવાનું કાર્ય કર્યું છે. IMG 20231026 WA0323‘અમૃત કળશ યાત્રા’ રથ નવસારી જિલ્લાના દરેક તાલુકાના ગામોમાં તથા નગરપાલિકા વિસ્તારમાંથી “મારી માટી મારી દેશ” અભિયાન અંતર્ગત એકત્રિત કરવામાં આવેલા માટીના કળશોને રાજ્યકક્ષાએ આયોજિત થનાર કાર્યક્રમમાં લઇ જશે,ત્યારબાદ ગુજરાતના દરેક જિલ્લામાંથી એકત્રિત થયેલ માટીના કળશોને  દિલ્હીના કર્તવ્યપથ પર લઈ જવાશે, જ્યાં ‘અમૃત મહોત્સવ સ્મારક’ની ‘અમૃત વાટિકા’મા ભળી જશે.

અમૃત કળશ યાત્રા રથ આજે નવસારી જિલ્લાના છ તાલુકા પંચાયતો તથા ત્રણ નગરપાલિકામાં “ મેરી માટી મેરા દેશ અભિયાન અંતર્ગત એકત્રિત થયેલ માટીના કળશને લઈ નિર્ધારિત રૂટ અનુસાર રાજ્યકક્ષાના કાર્યક્રમ માટે નવસારી જિલ્લામાંથી રવાના થશે .

આ પ્રસંગે નવસારીના ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઈ , જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ભૂરાભાઈ શાહ , જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા , જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી  એમ.એસ.ગઢવી , નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.એ.ચાવડા , જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews