PERSONAL

જાતીય જ્ઞાન અને પુખ્તવયમાં ગેરમાન્યતાઓ

– ડૉ. અશ્વીન શાહ

બાળક જયારે કીશોર કે પુખ્તવયમાં આવે છે ત્યારે તેની જીજ્ઞાસાવૃત્તી વધુ સતેજ થઈ જાય છે. આ અવસ્થામાં પોતાના શરીર, વીચાર અને સામાજીક વર્તન પ્રત્યે જાગૃત થઈ જાય છે. અનેક સવાલો પોતાના શારીરીક અંગો, વીજાતીય આકર્ષણ, લગ્ન વગેરે માટે ઉત્પન્ન થાય છે, જે જાણવા માટે આતુર હોય છે; પરન્તુ આપણે ત્યાં જાતીય શીક્ષણ શાળાઓમાં યોગ્ય રીતે આપવામાં આવતું નથી. પાઠ્યપુસ્તકમાં આ વીષયના પાઠ આવે છે; પરન્તુ શીક્ષકો એને સમજાવવામાં શરમ આવે છે અને કીશોરો પણ ધ્યાન આપતા નથી. મોટેભાગે પુરુષ શીક્ષક કીશોરોને અને સ્ત્રી શીક્ષક કીશોરીઓનો આ વીષય પર વર્ગ લે છે. એનું મુખ્ય કારણ એ છે કે જાતીય અંગો અને જાતીય શીક્ષણની જાહેરમાં ચર્ચા કરવામાં આવતી નથી કેમ કે એ ગંદી (Dirty) અને ખાનગી ગણાતી હોય છે. આથી આ માટેના સવાલોના ઉત્તર મા–બાપ પાસે મેળવવામાં પણ કીશોર–કીશોરીઓ શરમ અનુભવે છે. મા–બાપ પણ આવી વાતો સમજાવવામાં શરમ અનુભવે છે. આથી કીશોર–કીશોરીઓ પોતાની જીજ્ઞાસાને સંતોષવા મીત્ર, ટીવી, મોબાઈલ, યુટ્યુબ, ફેસબુક, ઈંસ્ટાગ્રામ જેવા સોશીયલ મીડીયાનો સહારો લે છે. ઘણીવાર પોર્નોગ્રાફીની ચોપડી–ચોપાનીયા વાંચીને માહીતી મેળવે છે. જે મોટેભાગે અવૈજ્ઞાનીક, ખોટી અને ગેરમાર્ગે દોરનારી હોય છે. સમાજમાં ખોટી માહીતી આપી કીશોર–કીશોરીઓને ધુતનારા ઉંટવૈદો, બાવાઓ, ભગત­–ભુવાઓ આ જ અજ્ઞાનતાનો ફાયદો લે છે. દરેક અખબારમાં આ વીષેની જાહેરાતો આવતી રહે છે, જેનો ઉપયોગ કીશોર–કીશોરીઓ કરીને ખોટા ખર્ચમાં ઉતરે છે. એટલું જ નહીં, માનસીક રોગ, લગ્નવીચ્છેદ, આપઘાત સુધી પહોંચી જાય છે.

બાહ્ય શારીરીક અંગો વીષે ગેરમાન્યતાઓ :–

ગેરમાન્યતા/અન્ધશ્રદ્ધા સાચી હકીકત
• ઉંચાઈ વધતી નથી.
• બોડી ફીગર બનતું નથી
• દાઢી–મુંછ વધતી નથી
• દરેકમાં આ ફેરફાર અલગ અલગ ઉમ્મરે શરુ થાય.
• દરેકમાં ફેરફાર સમાન હોતા નથી.
• વજન વધારે અથવા ઓછું. • દરેકમાં ઉંચાઈ, વજન, અવાજ અલગ હોય.
• છોકરીઓના ચહેરાપર મુંછ/ રુંવાટી/દાઢી ઉગે છે.
• ચામડીનો રંગ કાળો છે જેથી લગ્ન થતા નથી.
• શરીરના ફેરફાર જનીન, પોષણ અને વાતાવરણ પર નીર્ભર.
• કોઈ દવા, જડીબુટ્ટી, તેલથી ફેર પડતો નથી.
• ચહેરા પર ખીલ ઉગે છે. • ત્વચા  તૈલી બને જેથી ખીલ થાય.
• સ્વચ્છ સાબુથી દીવસમાં વારંવાર  ચહેરો સાફ કરવો.
• બજારમાં મળતા ક્રીમ, મલમ, ડોશીવૈદું કરાવવાની જરુર નથી. • તબીબી સલાહ લેવી.
• ચામડી પર સફેદ ડાઘ જેને કોઢ કહે છે. • મેલનીનનાં ખામીથી ત્વચા સફેદ થઈ જાય છે. કોઈ વારસાગત કે ચેપી રોગ નથી.

બાહ્ય જાતીય અંગો વીષે ગેરમાન્યતાઓ :–

ગેરમાન્યતા/અન્ધશ્રદ્ધા સાચી હકીકત
• શીશ્ન (લીંગ)ની લમ્બાઈ ઓછી છે. તેથી સમાગમમાં તકલીફ પડી શકે. • શીશ્ન (લીંગ)ની લમ્બાઈને લીધે કોઈ ફરક પડતો નથી.
• શીશ્ન (લીંગ) પરની ચામડી ઉપર ચઢતી હોવી જોઈએ.
• શીશ્ન (લીંગ) બરાબર ઉત્તેજીત થતું નથી.
• વારંવાર સ્વપ્નદોષથી ધાત અને અશક્તી થાય છે.
• શીશ્ન (લીંગ) ઉત્તેજીતનથી થતું તો અન્ય બીમારી માટે તબીબી તપાસ જરુરી.
• સ્વપ્નદોષથી કોઈ નુકસાન નથી.
• સુન્નત પ્રથા, છોકરીઓમાં આફ્રીકન દેશોમાં કલાઈટોરીસની સુન્નત કરવામાં આવે છે. • ધાર્મીક માન્યતા છે. છોકરીઓમાં સુન્નતની આ ક્રુર પ્રથાનો કોઈ ફાયદો નથી.
• છોકરાઓમાં સુન્નત ડોકટર પાસે કરાવવું યોગ્ય છે.
• સ્તનનું કદ નાનું છે, મોટું છે. આ માટે માલીસ, ડોશીવૈદું, દવા વગેરે કરાવવામાં આવે છે. • સ્તનનું કદ દુધની ગ્રંથી નહીં; પરન્તુ ગ્રંથીની આજુબાજુ ચરબીથી થાય છે.
• કદને લીધે જાતીય જીવનમાં કે બાળકને ફીડીંગ કરાવવામાં કોઈ પણ તકલીફ થતી નથી.
• આ માટે જાહેરાતમાં આવતા ઈલાજો કરવાનો ખર્ચ જરુરી નથી. ફક્ત કોસ્મેટીક પ્લાસ્ટીક સર્જરી થઈ શકે.
• સ્તનમાં ગાંઠ • ગાંઠની તપાસ અને તબીબી સારવાર જરુરી છે.

માસીક વીષે ગેરમાન્યતાઓ :–

ગેરમાન્યતા/અન્ધશ્રદ્ધા સાચી હકીકત
• માસીક વધારે અથવા ઓછું. • માસીક અનીયમીત. • અંતસ્ત્રાવની અસર.
• શરુઆતમાં એકથી બે વર્ષ અનીયમીત.
• માસીકચક્રનો સમયગાળો. • 10થી 13 વર્ષે શરુ અને 45થી 55 વર્ષે બંધ થાય.
• 16 વર્ષ સુધી શરુ ન થાય તો તબીબી સલાહ લેવી.
• સફેદ પાણીની તકલીફ.
• માસીક ગંદુ છે.
• કીશોરીને થોડું સફેદ પાણી પડવું કુદરતી છે.
• દરેક કીશોરીને પુખ્ત થાય એટલે માસીક ચક્ર શરુ થાય છે, આથી એને ગંદુ ગણી શકાય નહીં.
• માસીક આવે ત્યારે સ્વચ્છતા રાખવી અને ગંદા કપડાની જગ્યાએ ચોખ્ખા કપડાં અથવા સેનીટરી પેડ વાપરવા.
• માસીક દરમ્યાન સ્ત્રીઓએ બીજાથી દુર રહેવું, રસોઈ નહીં કરવી, પાણી નહીં ભરવું, મન્દીર નહીં જવું, અથાણા અને પાપડ ન બનાવવા. • સ્ત્રીઓને માસીકના દુખાવામાં સાસરામાં થોડો આરામ મળે એટલે વર્ષો પહેલા આ નીયમો બનાવેલ હશે.
• આ માન્યતાને કોઈ વૈજ્ઞાનીક આધાર નથી. આપણા દેશમાં જ જોવા મળે છે.

જાતીય આકર્ષણ વીષે ગેરમાન્યતાઓ :–

ગેરમાન્યતા/અન્ધશ્રદ્ધા સાચી હકીકત
• છોકરા અને છોકરીમાં આકર્ષણ કેમ થાય. • અંતસ્ત્રાવોનાં લીધે વીજાતીય આકર્ષણ થાય છે.
• પ્રેમ અને આકર્ષણમાં ફરક. • આકર્ષણ શારીરીક અને પ્રેમ ભાવનાત્મક હોય છે.
• વધુ જાતીય આવેગ આવે.
• કીસ કરવાથી નુકસાન થાય.
• જાતીય આવેગ ઓછું કરવા માટે સારું વાંચન, કસરત, રમત, અભ્યાસ વગેરેમાં મન પરોવવું.
• કીસ કરવાથી કોઈ નુકશાન થતું નથી. એ જાતીય આકર્ષણનું લક્ષણ છે; પરન્તુ કેટલાક રોગો જેવા કે ટી.બી., એઈડ્સ વગેરેમાં સાવચેતી જરુરી.

જાતીય રોગો વીષે ગેરમાન્યતાઓ :–

ગેરમાન્યતા/અન્ધશ્રદ્ધા સાચી હકીકત
• યોનીમાર્ગે સફેદ પાણી નીકળે છે. • સફેદ પાણી કુદરતી હોય છે. કોઈકવાર ચેપ લાગવાથી પડે છે માટે તબીબી સારવાર જરુરી છે.
• ગુપ્તાંગો પર ખંજવાળ, ચાંદા.
• કુંવારી છોકરી સાથે સમાગમ થાય તો ગુપ્ત રોગ મટી જાય છે.
• આ માટે બજારુ દવા, મલમ, ભગત–ભુવાનો ઈલાજ કરવામાંઆવે છે.
• સ્વચ્છતા રાખવાથી આ ચેપી રોગ જેવા કે, ખસ, દરાજ વગેરે ન થાય.
• જાતીય  રોગોની તબીબી સારવાર જરુરી છે.
• બન્ને પાર્ટનરની સારવાર જરુરી.
• ગુપ્તાંગ અને અંદરના કપડાની સ્વચ્છતા.
• નીરોધ વાપરવાથી જાતીય રોગોને અટકાવી શકાય.

જાતીય સમાગમ વીષે ગેરમાન્યતાઓ :–

ગેરમાન્યતા/અન્ધશ્રદ્ધા સાચી હકીકત
• લગ્નની ઉમ્મર પહેલાં સમાગમ ન કરવો જોઈએ તથા ગર્ભ ન રહેવો જોઈએ. • જાતીય આવેગ, આકર્ષણ એ કુદરતી છે; પરન્તુ શારીરીક સમાગમથી ગર્ભ રહેવાની શક્યતા છે.
• નાની ઉમરમાં સ્ત્રીને ગર્ભ રહેવું નુકસાનકારક.
• ગર્ભપાત કાયદેસર છે. મુળીયા, ગરમ દવાનો ઉપયોગ ન કરવો.
• જાતીય જ્ઞાનનો અભાવ.
• અલગ અલગ વ્યક્તીઓ સાથે સમ્બન્ધથી જાતીય રોગો અને એડ્સ જેવા રોગો થવાની સમ્ભાવના.
• હસ્તમૈથુન બીમારી છે.
• વારંવાર હસ્તમૈથુન અથવા જાતીય સમાગમથી નબળાઈ આવે.
• હસ્તમૈથુન હાનીકારક નથી. સ્ત્રી અને પુરુષ બન્ને કરી શકે.
• હસ્તમૈથુનથી કદાચ સમાજમાં થતા બળાત્કાર ઓછા થઈ શકે.
• સંતોષ મળતો નથી.

• લાંબો સમય સમાગમ થતો નથી.

• જલ્દી વીર્ય બહાર આવે.

• જાતીયજ્ઞાનનો અભાવ હોવાથી દમ્પતીનું   કાઉન્સ્લીંગ કરવું જરુરી છે.
• કોઈ દવાઓની આડઅસર.
• વાયગ્રા જેવી દવાઓ તબીબી સલાહથી લેવી.
• સમાગમના સંતોષ માટે સમય મહત્ત્વનો નથી. લાંબા સમય સુધી સમાગમ થઈ શકે જ નહીં. આ માટે ખોટી જાહેરાતથી દોરવાવું નહીં. • ગર્ભાધાન માટે એક ટીપું વીર્ય પણ પુરતું છે. માટે વીર્ય જલ્દી બહાર આવી જાય એ માટે ગભરાવાની કે કોઈ દવા લેવાની જરુર નથી.
• પ્રથમ સમાગમ પછી સ્ત્રીઓના યોનીમાર્ગમાંથી લોહી નીકળે. આથી સ્ત્રીઓ પ્રત્યે અવીશ્વાસ પેદા થાય છે. • યોનીપટલ (હાયમેન) અનેક કારણોસર તુટી શકે.

ગર્ભાધાન વીષે ગેરમાન્યતાઓ :–

ગેરમાન્યતા/ અન્ધશ્રદ્ધા સાચી હકીકત
• વધ્યંત્વ – સ્ત્રીમાં જ  દોષ. • સ્ત્રી અને પુરુષ બન્નેનાં પ્રજનન અવયવો તથા અંતસ્ત્રાવોમાં ખામી હોઈ શકે. કાઉન્સલીંગ, તબીબી તપાસથી ઉકેલ આવી શકે. • નવીન તકનીકથી બાળકોનો જન્મ (IVF, surrogacy)
• છોકરીઓનો જન્મ સ્ત્રીનો જ દોષ.
• ડામ મુકવા, લગ્નવીચ્છેદ, દવાનો, ભગત ભુવાનો ખર્ચ.
• ગર્ભનું લીંગ પુરુષના શુક્રાણુમાં રહેલ  x અને y રંગસુત્ર પર નીર્ભર છે. (XX – છોકરી, XY – છોકરો )
• છોકરાનો જન્મ પુરુષબીજ ઉપર જ નીર્ભર છે. છોકરીઓનો કોઈ વાંક હોતો નથી.
• વારંવાર કસુવાવડ સ્ત્રીનો દોષ. • કેટલાક વીષાણુ જન્ય રોગો અથવા પ્રજનન અવયવોના ખામીના લીધે વારંવાર કસુવાવડ અથવા મૃત બાળકો જન્મે. તબીબી સારવાર કરાવવી જરુરી છે.
• ગર્ભ નીરોધક પદ્ધતી – સ્ત્રીની જ જવાબદારી. • પુરુષ અને સ્ત્રી બન્ને વાપરી શકે એવી ગર્ભનીરોધક પદ્ધતીઓ છે
• અસુરક્ષીત સમ્બન્ધ, અનીચ્છનીય ગર્ભ. • કાયદેસર ગર્ભપાત શક્ય છે. અસુરક્ષીત સમાગમ બાદ 72 કલાકમાં લઈ શકાય એવી દવાઓ ઉપલબ્ધ છે, જેને Emergency pills કહેવામાં આવે છે.
• બળાત્કારમાટે સ્ત્રી જવાબદાર છે. • જાતીય શીક્ષણનો અભાવ.
• સુર્ય – ચંદ્ર ગ્રહણમાં સગર્ભાઓ એ બહાર નીકળવું જોઈએ નહીં. • ગ્રહણની કોઈ પણ ખરાબ અસર વૈજ્ઞાનીક રીતે સાબીત થઈ નથી. આ ફક્ત ગેરમાન્યતા છે.

સજાતીય સંબંધો વીષે ગેરમાન્યતા :–

ગેરમાન્યતા/ અન્ધશ્રદ્ધા સાચી હકીકત
(૧) હીજડા (transgender)

• હીજડાનો ભય લાગે છે.

• બાળકના જન્મ તથા લગ્ન વખતે શાપના ભયથી ખુશાલી આપવામાં આવે છે.

• ભીખ માંગે, વૈશ્યાવૃત્તી કરે છે.

(૨) સજાતીય સબંધો ખરાબ છે.

(૧) Sex –એટલે ફક્ત બાહ્ય અંગ જે પરથી પુરુષ –સ્ત્રી જાતી નક્કી થાય.
(૨) Gender – અંત:સ્ત્રાવોને લીધે શરીરની જાતીય ભાવના.
(૩) આને લીધે LGBT પ્રચલીત થયો. L– Lesbian = સ્ત્રી–સ્ત્રી વચ્ચે જાતીય આકર્ષણ. G– Gay = પુરુષ–પુરુષ વચ્ચે જાતીય આકર્ષણ B– Bisexual = બન્ને તરફ આકર્ષણ. T– Transgender = હીજડા બાહ્ય જાતીય અંગ પુરુષ કે સ્ત્રી પરન્તુ પોતે જાતીય ભાવના અલગ જાતીની અનુભવે છે.
• માનસીક રોગ નથી.
• જન્મથી અંત:સ્ત્રાવ ઉત્પન્ન થવામાં ખામી હોય છે. (Developmental Sexual disorder)
• આ મટી શકે નહીં, ફક્ત કોસ્મેટીક સારવાર થઈ શકે.
• સમાજમાં સ્વીકૃતીની જરુરત.
• ભારતમાં કોર્ટે સજાતીય સમ્બન્ધોને માન્યતા આપી છે.
(૪) કોઈમાં વીકૃત માનસીકતા હોય છે. જે તબીબી સારવારથી આવી જાય છે.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button