વાત્સલ્યમ્ સમાચાર
સમગ્ર ગુજરાતમાં ભરમાં વિજયા દશમી ની ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે સાયલા ગ્રામ પંચાયત દ્વારા વિજય દશમી નાં અવસરે અલગ અલગ વિસ્તારમાં સી.સી રોડ અને પેવર બ્લોક નાં કામોનુ ભુમિ પૂજન કરાય હતુ.જેમા સાયલા ની સંત કૃપા સોસાયટીમાં ૨, સીસી રોડ અને ખારાવાડ તેમજ રામપરા દરવાજા રોડ પર પેવર બ્લોક નું ખાત મુહુર્ત કરવામાં આવ્યું. ધારાસભ્ય ની ગ્રાન્ટ માંથી ૧૦ લાખ અને ૧૫ મી નાણાપંચ માંથી ૭ લાખ રૂપિયા એમ મળી કુલ ૧૭ લાખ રૂપિયાના ખર્ચે ભૂમિ પૂજન કરી ખાતમૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને સાયલા ગ્રામ પંચાયત સરપંચ અજયસિંહ ઝાલા, ભાજપ ના આગેવાન વાઘેલા, તમામ પંચાયતના સભ્યો, ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહી રોડના કામોનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.
અહેવાલ,, જેસીંગભાઇ સારોલા ,,સાયલા