શિરડી ધામમાં આજે દેશ વિદેશમાં વસતા લાખ્ખો સાઇભકતો શ્રી સાંઇબાબા માં અતુટ શ્રધ્ધા ધરાવે છે..૧૯૧૮ ના વર્ષમાં તારીખ ૧૫ ઓક્ટોબર, મંગળવાર, દશેરા ના દિવસે બપોર ના અઢી કલાકે શ્રી સાંઇબાબા પોતાનો દેહ છોડી બ્રહ્મલીન થયા હતા.. ત્યારથી સાંઇબાબા ના ધામમાં સતત ત્રણ દિવસ સુધી શ્રી સાંઇબાબા ની પૂણ્યતિથિ ને ભારે શ્રધ્ધા પૂર્વક મનાવવામાં આવે છે.અને સાંઇબાબા ની આ પૂણ્યતિથિ મહોત્સવમાં દેશ- વિદેશ ના લાખ્ખો ભક્તો શિરડી પહોંચી બાબા ના દર્શન કરી ધન્યતા અનુભવે છે.. પરંતુ જે સાઇભકતો શિરડી નથી જઇ શક્તા તેવા પરિવારો ધ્વારા શ્રી સાંઇબાબા ની પૂણ્યતિથિ ને વિવિધ ધાર્મિક કાર્યક્રમો ના આયોજન સાથે મનાવી બાબા ને શ્રધ્ધા-સુમન અર્પણ કરાય છે.. ત્યારે પુનિયાદ ગામે,શ્રી સાંઇબાબા માં અતુટ શ્રધ્ધા ધરાવતા એક સાઇભકત ધ્વારા, બાબાની પ્રેરણા આપે આશીર્વાદ થી , દશેરા નિમિત્તે શ્રી સાંઇબાબા ની પાલખી યાત્રા નો,શ્રી સાંઇ પરિવાર ના નામથી પ્રારંભ કરાયો હતો..૧૬ વર્ષ થી ચાલી આવેલી આ પરંપરા મુજબ સતત ૧૭ માં વર્ષે પાલખી યાત્રા યોજાઇ હતી. દશેરા ના દિવસે યોજાયેલી આ પાલખી યાત્રા,મંગળવાર ની બપોરે , વિજયભાઇ પટેલ ના ઘરેથી નીકળી હતી.. ઘોડેસવાર સેવક આને બેન્ડવાઝાના તાલ સાથે નિકળેલી આ પાલખી યાત્રા સમગ્ર ગામના શેરી મહોલ્લામાં ફરતા ઠેર ઠેર પુષ્પવર્ષા સાથે પાલખી યાત્રા નું સ્વાગત કરાયું હતુ..જે બાદ સાંજે શ્રી તારકેશ્વર મંદિર ખાતે મહાઆરતી સાથે પાલખી યાત્રા સંપન્ન થઇ હતી આ પ્રસંગે ગામના શ્રધ્ધાળુ હસમુખભાઈ શંકરભાઈ પટેલ ના પરિવાર તરફથી મહાપ્રસાદીનું આયોજન કરી શ્રી સાંઇબાબા પરની અતુટ શ્રધ્ધા વ્યકત કરી હતી..
ફૈઝ ખત્રી……શિનોર