વાત્સલ્યમ્ સમાચાર
શિનોર ના માલસર નર્મદા તટે આવેલ યોગાનંદ આશ્રમ ટ્રસ્ટ ના ટ્રસ્ટી,અને છેલ્લા ૪૫ દિવસ થી ચાલતા લક્ષચંડી મહાયજ્ઞ ના મુખ્ય યજમાન ભવાનભાઈ ભરવાડના પરિવાર દ્વારા સમગ્ર રાષ્ટ્ર ના કલ્યાણ હેતુ લક્ષચંડી મહાયજ્ઞ નું આયોજન કરાયું હતું..એક લાખ દુર્ગા સંપત્તિ ના પાઠ, દશાંશ યજ્ઞમાં ૮૧ લાખ આહૂતિ આપી, માં મહાકાળી, માં મહાલક્ષ્મી, માં સરસ્વતી,ત્રિપુરાકા સ્વરુપની અને ખોડીયાર માતાજી ને પ્રસન્ન કરી, સર્વ નું કલ્યાણ થાય,તેવી માં જગદંબા ને પ્રાર્થના કરવા ૪૫ દિવસના લક્ષચંડી મહાયજ્ઞ નું આયોજન કરાયું હતું.. જેમાં કાશી,પ્રયાગ રાજ અને વારાણસી ના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વિવિધ નવ હજાર જેટલા દ્રવ્યો ની આહુતી આપી યોજાયેલ આ યજ્ઞ આજરોજ, ડભોઇ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ની ઉપસ્થિતિ માં શ્રીફળ હોમી, મહાઆરતી સાથે સંપન્ન થયો હતો..
ફૈઝ ખત્રી…શિનોર