AHAVADANGUncategorized

ડાંગ જિલ્લામાં વિકાસની વાતો પોકળ વર્ષોથી મોટાભાગનાં એસ.ટી. બસનાં પિકઅપ સ્ટેન્ડ ઘુળખાઈ રહ્યા છે.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગુજરાત રાજ્યના છેવાડે આવેલ જિલ્લો એટલે ડાંગ.અહી આદિવાસીઓની વસ્તી સૌથી વધારે જોવા મળે છે.અંતરિયાળ પહાડી વિસ્તાર હોવાથી કુદરતે બંને હાથ છુટા રાખીને કુદરતી સૌંદર્ય જિલ્લામાં ભરી દીધું છે.જેથી પર્યટક સ્થળ તરીકે જાણીતો જિલ્લો બન્યો છે.પરંતુ ડાંગ જિલ્લામાં ઘણા વર્ષો પહેલા બનાવવામાં આવેલા એસટી બસના પીકઅપ સ્ટેન્ડ જર્જરિત જોવા મળતા હોવાથી કુદરતી સૌંદર્યને કલંક લગાડી રહ્યા હોય તેમ લાગી રહ્યુ છે.જિલ્લામાં વર્ષો જુના પીકઅપ સ્ટેન્ડની હાલત એટલી હદે દયનીય થતી જોવા મળી છે કે ત્યાં કોઈ માનવી પણ ઉભો રહેવા માટે રાજી થતો નથી.ક્યારે પણ પીકઅપ સ્ટેન્ડ ધરાશઈ થઈ શકે અને મોટી દુર્ઘટના બની શકે છતાં પણ ડાંગ જિલ્લાના વહીવટી તંત્રએ કોઇ પણ જાતના નક્કર પગલાં લીધા નથી.આ બાબતે રિયાલિટી ચેક વખતે (૧) આહવા સામગહાન માર્ગ (૨) સાપુતારા વઘઈ માર્ગ (૩) આહવા વઘઈ માર્ગ (૪) આહવા સુબીર માર્ગ (૫) આહવા ડોન માર્ગ (૬) સામગહાન સોનુનિયા માર્ગ (૭) સામગહાન માળુંગા માર્ગ (૮) વઘઈ ઝાવડા, ભેસકાત્રી માર્ગ (૯) ભેસકાત્રી કાલીબેલ, પિંપરીના માર્ગ પરનાં મોટાભાગના પીકઅપ સ્ટેન્ડ જર્જરીત અથવા ઘણા પીક અપ સ્ટેન્ડનો નામો નિશાન જોવા મળતું નથી.અમુક સ્થળોએ તો મિસ્ટર ઈન્ડિયાની જેમ પિકઅપ સ્ટેન્ડ ગાયબ થયેલ હોય તેમ જોવા મળી રહ્યા છે.અમુક જગ્યાએ તો પોતાની મિલકત સમજી અને દુકાન તરીકે તેનો ઉપયોગ ધંધા માટે કરતા વ્યક્તિઓ પણ જોવા મળ્યા છે.જે બાબત યોગ્ય ન ગણી શકાય. પરંતુ ડાંગ જિલ્લાના વહીવટી તંત્રને કશી પડી ન હોય તેમ લાગી રહ્યું છે.આ બાબતે એસટી બસની વાટે ઉભા રહેતા મુસાફરોની ફરિયાદો પણ ઉઠવા પામી છે કે કલાકો સુધી પીકઅપ સ્ટેન્ડ પર બસની ઉભા ઉભા રહીને વાટ જોવી પડે છે.ક્યારેક તો બસમાં પણ બેસવાની જગ્યા ન મળવાથી બસમાં ઉભા ઉભા મુસાફરી કરવા મજબૂર બનવુ પડતુ હોય છે.અહી બન્ને બાજુ આખરે મુસાફરોને જ પીસાવાનો વારો આવ્યો છે.જેથી ડાંગ જિલ્લાનું તંત્ર તૂટેલા જર્જરીત પીકઅપ સ્ટેન્ડ પર ધ્યાન આપી નવીનીકરણ કરે તેવી મુસાફરોમાં બૂમરાંગો ઉઠવા પામી છે..

Back to top button
error: Content is protected !!