KUTCHMANDAVIUncategorized

ટ્રેન મારફતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાતના ૧૫૦ પદાધિકારીઓનુ અયોધ્યા જવા પ્રસ્થાન.

ટ્રેન મારફતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાતના ૧૫૦ પદાધિકારીઓનુ અયોધ્યા જવા પ્રસ્થાન.

ભગવાન શ્રી રામના ચરણોમાં માથુ નમાવી રાષ્ટ્ર કલ્યાણની પ્રાર્થના કરશે.

માંડવી તા-10 : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ સંગઠનના -150 પદાધિકારીઓ આજરોજ તારીખ 10/2/24 ના રોજ શ્રી રામચંદ્ર ભગવાનના દર્શન કરવા માટે સ્પેશિયલ ટ્રેન મારફતે અયોધ્યા જવા પ્રસ્થાન કર્યુ.અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના માધ્યમિક ગ્રાન્ટેડ સંવર્ગના સહસંગઠન મંત્રી અને કચ્છ જિલ્લા અધ્યક્ષ અલ્પેશભાઈ જાનીના જણાવ્યા મુજબ ભારતીય સમાજનું આસ્થા કેન્દ્ર એવું ભવ્ય તેમજ દિવ્ય શ્રી રામમંદિર નું નિર્માણ થઈ ચુક્યું છે ત્યારે દરેકની ઈચ્છા ભવ્ય-દિવ્ય શ્રી રામચંદ્રજી ભગવાન ને બાળ સ્વરૂપ નિહાળવાની હોય જ ત્યારે ભારતના ભવ્ય ભૂતકાળ ને પોતાના વર્ગખંડમાં ભણાવતા અને રાષ્ટ્ર પ્રથમની થીયરીને કેન્દ્રમાં રાખી સમગ્ર ગુજરાતમાં શિક્ષકોના સૌથી મોટા શિક્ષક સંગઠન તરીકે કાર્યરત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાતના કચ્છ સહિતના ૧૫૦ પ્રમુખ પદાધિકારીઓ* આજરોજ ભગવાન શ્રી રામના દર્શન કરવા અયોધ્યા પ્રસ્થાન કર્યુ છે. અયોધ્યાથી નવી ઉર્જા પ્રાપ્ત કરી ગુજરાતનું સંગઠન શિક્ષકોના પ્રશ્નોને વાચા આપી શકે અને રચનાત્મક કાર્યો દ્વારા સમરસતા સાથે રાષ્ટ્રહિત તેમજ રાષ્ટ્ર કલ્યાણનું કામ કરી શકે એવી ભગવાન શ્રી રામ પાસે શિશ નમાવી પ્રાર્થના કરશે.

Back to top button
error: Content is protected !!