MORBIMORBI CITY / TALUKOTANKARAUncategorized

TANKARA:મહર્ષિ દયાનંદ જન્મ જયંતિ લઈને આ રૂટ ઉપર ભારે વાહનોને પ્રવેશબંધી

TANKARA:મહર્ષિ દયાનંદ જન્મ જયંતિ લઈને આ રૂટ ઉપર ભારે વાહનોને પ્રવેશબંધી

મોરબી : ટંકારા ખાતે તા.૧૦મીથી ત્રણ દિવસ મહર્ષિ દયાનંદ સરસ્વતીનો જન્મોત્સવ યોજાનાર છે. જેમાં તા.૧૨ના રોજ રાષ્ટ્રપતિ પધારવાના હોય, ટંકારા આસપાસના વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાનો પ્રશ્ન ઉદભવે તેમ હોવાથી તા. ૧૨ના રોજ સવારે ૬ થી સાંજે ૬ સુધી ભારે વાહનોની પ્રવેશબંધી માટે કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે

-: વાહનોની અવર જવર પ્રવેશ બંધ નીચે મુજબ છે.:-> મોરબી તરફ થી લજાઇ ચોકડી તરફ થી ટંકારા આવવા તરફ પ્રવેશી શકાશે નહી

> રાજકોટ તરફ થી મીતાણા ચોકડી થી ટંકારા તરફ પ્રવેશી શકાશે નહી.

> જામનગર થી આવતો રોડ ટંકારા તાલુકાના કલ્યાણપર ગામના પાટીયા થી ટંકારા તરફ પ્રવેશી શકાશે નહી.

-: વૈકલ્પીક રૂટ :-> લજાઇ ચોકડી, હડમતીયા-કોઠારીયા, જડેશ્વર, ભંગેશ્વર, તિથવા, પીપળીયા રાજ, વાલાસણ, મીતાણા ચોકડી થી આવી જઇ શકાશે.

> મીતાણા ચોકડી થી વાલાસણ – પીપળીયા રાજ તિથવા, ભંગેશ્વર, જડેશ્વર, કોઠારીયા, હડમતીયા, લજાઇ ચોકડી આવી જઇ શકશે.

> જામનગર થી કલ્યાણપર પાટીયા, કલ્યાણપર ગામ, ખીજડીયા ચોકડી ધ્રુવનગર, લજાઇ ચોકડી આવી જઇ શકશે.

આ કાર્યક્રમ સાથે સંકળાયેલા ફરજ પરના સરકારી તમામ વાહનો તેમજ પૂર્વ મંજુરી મેળવેલ હોય તેવા વાહનોને આ જાહેરનામાની જોગવાઇઓના અમલમાંથી મુક્તિ આપવામાં આવે છે.આ હુકમનો ભંગ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર બનશે.

MORBI: મોરબીમાં આખરે અહીં કયારે બનશે સારો રોડ ..? : પ્રજામાં આક્રોશ

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!