NANDODNARMADAUncategorized

એકતાનગર ખાતે ‘કાઉન્ટર ટેરેરિસ્ટ એટેક’ અંગે મોકડ્રીલ યોજાશે : પ્રવાસીઓ અને જનતાએ ગભરવવું નહિ !!

એકતાનગર ખાતે ‘કાઉન્ટર ટેરેરિસ્ટ એટેક’ અંગે મોકડ્રીલ યોજાશે : પ્રવાસીઓ અને જનતાએ ગભરવવું નહિ !!

 

ખોટી અફવાઓથી પ્રજાજનોને દુર રહેવા જિલ્લા પ્રસાશન તરફથી ખાસ જાહેર અપીલ

 

સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત એકતાનગરના વિવિધ સ્થળોએ યોજાનારી મોકડ્રીલ અંગે બેઠક યોજાઈ

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

એનએસજીના આઈ.જી. સુદિપ્તા દાસ અને નર્મદા જિલ્લાના પોલીસ વડા પ્રશાંત સુંબેના અધ્યક્ષપદે એકતાનગર વહિવટી સંકુલ ખાતે નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત એકતાનગરના વિવિધ સ્થળોએ યોજાનારી કાઉન્ટર ટેરેરિસ્ટ એટેકની મોકડ્રીલ અંગે બેઠક યોજાઈ હતી.

ગુરુવાર અને શુક્રવારે યોજાનારી આ મોકડ્રીલથી પ્રવાસીઓ-જાહેર જનતા કે જિલ્લાવાસીઓએ કોઇપણ જાતના ભય કે ગભરાટમાં આવવું નહી તેમજ મોકડ્રીલ સંદર્ભની ખોટી અફવાઓથી પ્રજાજનોને દુર રહેવા જિલ્લા પ્રસાશન તરફથી જાહેર અપીલ કરવામાં આવી છે.

ઉપરાંત, આકસ્મિક દુર્ઘટનાના મોકડ્રીલની લોકોમાં ખોટી માહિતી, અફવા કે ભય ન ફેલાય તે જોવા પણ પ્રિન્ટ-ઇલેક્ટ્રોનિક-સોશિયલ મિડીયા સાથે સંકળાયેલા તમામ માધ્યમકર્મીઓને તથા પ્રજાજનોને પણ ખાસ સાવચેતી સાથે કાળજી રાખવા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર, નર્મદા તરફથી ભારપૂર્વક અનુરોધ કરાયો છે.

Back to top button
error: Content is protected !!