ARAVALLIMODASAUncategorized

મૌની અમાવસ્યાએ નર્મદા નદી ના કિનારે આવેલા વિશ્વ ના એકમાત્ર કુબેર ભંડારી કરનાળી મંદિરે માનવ મહેરામણ ઉમટી પડ્યુ 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મૌની અમાવસ્યાએ નર્મદા નદી ના કિનારે આવેલા વિશ્વ ના એકમાત્ર કુબેર ભંડારી કરનાળી મંદિરે માનવ મહેરામણ ઉમટી પડ્યુ

વડોદરા જિલ્લાનું ડભોઇ તાલુકાનું કરનાળી ગામ અહીંના કુબેર ભંડારી મંદિરના કારણે ખૂબ જ ખ્યાતિ ધરાવે છે. સામાન્ય દિવસોમાં પણ અહીં દર્શનાર્થે આવતાં ભક્તોની સારી એવી સંખ્યા જોવા મળતી હોચ છે. ત્યારે આજે શુક્રવારે મૌની અમાસના કારણે મોટી સંખ્યામાં લોકો કુબેર ભંડારી દાદાના દર્શને ઉમટી પડ્યાં હતાં.

શુક્રવારે મૌની અમાંવાસ્યાનો શુભ સંયોગ રચાયો હતો ડભોઇ તાલુકાના પવિત્ર યાત્રાધામ કરનાળી ખાતે આવેલ પ્રસિદ્ધ કુબેર દાદાના મંદિરે આજે વર્ષ 2024 ની પોષ વદ અમાસ જે શાસ્ત્રો મુજબ મૌની અમાસ તરીકે ઓળખાય છે. જેને લઈ લાખો શ્રધ્ધાળુએ કુબેર દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

યાત્રાધામ કરનાળી ખાતેના કુબેર દાદાના મંદિરે દૂર દૂરથી દર્શન માટે શ્રદ્ધાળુઓ રાત્રીના 12વાગ્યાથી દર્શન માટે લાઇનમાં ઉભા રહી કુબેર દાદાના દર્શન કર્યા હતાં. મહારાષ્ટ્ર, સુરત, વાપી, વલસાડ, વડોદરા,અરવલ્લી,અમદાવાદ સહિતના અનેક જિલ્લા તાલુકામાંથી દર અમાસે કુબેર દાદાના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. અને દાદા ના દર્શન કરી ઇચ્છિત મનોકામના પૂર્ણ થતા ધન્યતા અનુભવે છે

પૌરાણિક માન્યતાઓ અનુસાર, ઋષિ મુનિનો જન્મ આ દિવસે થયો હતો, તેથી મૌની શબ્દની ઉત્પત્તિ મુનિ શબ્દ પરથી થઈ હોવાનું માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે ગંગા નદીનું પાણી અમૃત સમાન બની જાય છે. આ દિવસે દેવતાઓ ગંગાના જળમાં નિવાસ કરે છે. શાસ્ત્રો અનુસાર મનના દેવ ચંદ્રદેવ છે. અમાસના દિવસે ચંદ્રના દર્શન થતા નથી તેથી મૌની અમાસ દિવસે મૌન પાળવામાં આવે છે.

મંદિરના વ્યવસ્થાપક ટ્રસ્ટ દ્વારા અમાસના દિવસે મંદિર મા ભકતજનોને કોઈ અગવડ ન પડે તે માટે પૂરતી તકેદારી રખાઈ હતી. ભકતજનોને વિવિધ સગવડો પૂરી પડાઈ હતી. કુબેરદાદા દરેક ભક્તોને આખું વર્ષ સુખમય જાય એવી કુબેર દાદા તેમજ નર્મદાજીને પ્રાર્થના મંદિરના ટ્રસ્ટી નંદગીરી મહારાજે કરી હતી. ભક્તોએ રાત્રી ના 12 કલાકે મંદિરના પટાંગણમાં ” જય કુબેર, જય જય કુબેર અને હર હર મહાદેવ” ના ભક્તિમય નાદ સાથે કુબેર દાદાનું પટાંગણ ગુંજી ઉઠ્યું હતું. સાથે મંદિર પ્રશાસન દ્વારા નિ:શુલ્ક સુંદર પાર્કિંગ તેમજ પ્રસાદીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

મંદિર ના ટ્રસ્ટી દિનેશગીરી મહારાજે જણાવ્યુ હતુ કે આજરોજ મૌની અમાસે મહારાષ્ટ્ર ના એક ભક્તે કુબેરદાદા ને સુવર્ણ મુગુટ ભેટ અર્પણ કર્યો હતો અને નર્મદા મૈયાની પવિત્રતા જાળવી રાખવા અપીલ કરી હતી સાથે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા મંદિર પરિસર પાસે આવેલ નર્મદા મૈયાની પવિત્રતા જળવાઈ રહે તે માટે ભકતજનો પૂરતો સહકાર આપે તે માટે ભક્તજનોને એક સંદેશ પણ આપ્યો હતો કે, જે ભક્તજનો નર્મદા નદીમાં સ્નાન કરે છે તેઓએ નદીમાં ચપ્પલ, થેલી,કપડાં નાખવા નહીં અને નર્મદા મૈયાની પવિત્રતા જળવાઈ રહે તે માટે ભક્તોને પૂરતો સહકાર આપવો જોઈએ. સાથે આ વર્ષ પણ ભકતો માટે સુખમય અને આનંદદાયી બની રહે એવી નર્મદાજી અને કુબેર દાદાને પ્રાર્થના કરી હતી.

[wptube id="1252022"]
Back to top button