NAVSARIUncategorized

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું આવાસોનું ઇ-લોકાર્પણ નવસારીના ૩૬૫૧ પરિવારોને મળ્યું પાકું ઘર

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વિકસિત ભારત-વિકસિત ગુજરાત’ની નેમને સાકાર કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બનાસકાંઠાના ડીસા ખાતેથી રૂ.૨,૯૯૩ કરોડના ખર્ચે ૧,૩૧,૪૫૦થી વધુ આવાસોનું વર્ચ્યુઅલ માધ્યમથી ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ કાર્યક્રમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. ગુજરાતના ૧૮૨ વિધાનસભા ક્ષેત્રોમાં યોજાયેલા સમાંતર કાર્યક્રમમાં રાજ્યભરમાં આવાસ યોજનાના લાભાર્થીઓ અને તેમના કુટુંબીજનો સાથે નાગરિકો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા. જે અંતર્ગત નવસારી જિલ્લાના જલાલપોર , ગણદેવી ,વાંસદા અને નવસારી વિધાનસભા વિસ્તારમાં યોજાયેલ સમાંતર આવસ ઈ લોકાર્પણ કાર્યક્રમોમાં કુલ ૩૬૫૧ આવાસોના ઈ-લોકાર્પણ કાર્યક્રમો સંપન્ન થયા હતાં.

આ કાર્યક્રમના ઉપલક્ષમાં નવસારી કૃષિ યુનીવર્સીટી ખાતે જલાલપોરના ધારાસભ્ય શ્રી આર.સી.પટેલની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)ના ૩૫૦ , પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના ૧૩, હળપતિ આવાસ યોજનાના ૧૩૨ આવાસો , ડો.આંબેડકર આવાસના ૧  એમ કુલ ૪૯૬ આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ નવસારીના ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં રામ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના ૨૪૬ , પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના ૪૯ , હળપતિ આવાસ યોજનાના ૧૯૭, ડો.આંબેડકર આવાસના ૧  એમ કુલ ૪૯૩ આવાસોનું લોકાર્પણ કરાયું હતું. જ્યારે ગણદેવીના ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં નેશનલ ચીખલી ગ્રાઉન્ડ ખાતે ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)ના ૬૦૩ આવાસો , પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના ૧૨  , હળપતિ આવાસ યોજનાના ૯૨ , ડો.આંબેડકર આવાસના ૧ , પંડિત દીનદયાળ આવાસના ૪ એમ કુલ   ૭૧૨ આવાસોનું લોકાર્પણ તેમજ હળપતિ આવાસ યોજનાના ૨૩ આવસોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યાં હતાં.

તે જ રીતે વાંસદાના ઘોડમાળ ગામના પી.એચ.સી. ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં નવસારી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈના  ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)ના ૧૮૫૬ આવાસો, હળપતિ આવાસ યોજનાના ૯૪ લોકાર્પણ તેમજ હળપતિ આવાસ યોજનાના ૧૨૪ આવસોનું ખાતમુહૂર્ત કરવામાં કરવામાં આવ્યું હતું.  જિલ્લામાં યોજાયેલા  સમાંતર આવાસોના ઈ લોકાર્પણ કાર્યક્રમોમાં મહાનુભાવોના વરદહસ્તે લાભાર્થીઓને સ્ટેજ પરથી આવાસની પ્રતિકાત્મક ચાવી સોંપવામાં આવી હતી. આ તકે લાભાર્થીઓએ આવાસ યોજનાનો સુખદ્ અનુભવ વર્ણવતા પોતાનો પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા.
કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સંવાદ સહિતના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. નવસારી જિલ્લાના ચારે વિધાનસભા વિસ્તારમાં ઈ લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોએ એલ.ઈ.ડી. સ્ક્રિન પર પ્રધાનમંત્રીશ્રીનું જીવંત પ્રસારણ અને લાભાર્થીઓ સાથેનો સંવાદ કાર્યક્રમ નિહાળ્યો હતો. દરેક ઈ લોકાર્પણ કાર્યક્રમ સ્થળ પર વિકસતી ભારત સેલ્ફી પોઈન્ટ અને ક્વીઝ કોર્નરના પ્રશ્નોતરીએ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું.
આ તકે, મતદાન અવશ્ય કરવાની અપીલ કરતી અવસર ડોક્યુમેન્ટરી, ઈવીએમ ડેમોન્સ્ટ્રેશન, તેમજ આવાસ યોજનાના લાભાર્થીઓનો પ્રતિભાવ રજૂ કરતી ડોક્યુમેન્ટ્રી, ક્વીઝ , સેલ્ફી પોઈન્ટ , ક્વીઝ કોર્નર જેવી રમતો અને ગુજરાતની વિકાસગાથા આલેખતી અને સરકારની લોકકલ્યાણલક્ષી યોજનાઓની જાણકારી આપતી વીડિયો ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી. સાથે
નવસારીના ચાર વિધાનસભા વિસ્તારમાં યોજાયેલા કાર્યક્રમમાં નવસારી કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે , જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા , પોલીસ અધિક્ષકશ્રી સુશીલ અગ્રવાલ , વાંસદા પ્રયોજન અધિકારીશ્રી આનન્દુ સુરેશ , નવસારી નિવાસી અધિક કલેકટરશ્રી કેતન જોષી , વાંસદા પ્રાંત અધિકારીશ્રી ડી.આઈ.પટેલ , અગ્રણીઓ મહાનુભાવો અને નાગરિકો તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button