MORBIMORBI CITY / TALUKOUncategorizedWANKANER

WANKANER વાંકાનેર તાલુકાના શિક્ષણ જગતમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસના નામે મીંડું..!!?

WANKANER વાંકાનેર તાલુકાના શિક્ષણ જગતમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસના નામે મીંડું..!!?

વાંકાનેરની શિક્ષણ શાખામાં થયેલા લાખો રૂપિયાના ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ થયેલ પોલીસ ફરિયાદ બાદ કોઈપણ જાતની તપાસ ન થતા ભીનું સંકેલાયું

વાંકાનેર તાલુકાના શિક્ષણ શાખામાં,શિક્ષણ જગતમાં વિદ્યાર્થીઓને અપાતી શિષ્યવૃત્તિની બચત રકમ તેમજ રજાના રોકડ રકમની રકમ ડબલ વખત જમા કરાવી બીજા વખતની રકમ વ્યક્તિગત ખાતામાં જમા કરાવવા,તેમજ સીઆરસી બીઆરસીની પત્નીઓને વેકેશનમાં બિન અનધિકૃત કામગીરીના હુકમ કરી પ્રાપ્ત રજાના ખોટા હુકમો કરાવવા ગરીબ વિદ્યાર્થીઓના ગણવેશ અને શિષ્યવૃત્તિની બચત રકમ વ્યક્તિગત ખાતામાં જમા કરાવી નાણાંકીય ઉચાપત કરેલ છે. તેમજ શિક્ષકોને મળતા ઉ.પ.ધો.ના એરિયર્સની રકમ અને નિવૃત્ત થયેલ શિક્ષકોના રજા રોકડ બિલ વર્ષ :- ૨૦૧૯ વર્ષમાં જમા કરેલ અને ફરી પાછી વર્ષ:- ૨૦૨૦ ના વર્ષમાં ફરી બીજીવાર જેતે શિક્ષકના ખાતામાં ડબલ વખત જમા કરવા અને પછી જે તે શિક્ષકને જણાવેલ કે આ રકમ ભૂલથી આપના ખાતામાં બીજીવાર ડબલ જમા થઈ ગયેલ હોય પરત જમા કરવી પડશે, જે તે શિક્ષક પાસે ચેક લખાવી લેવામાં આવે શિક્ષકો પાસે રકમ લખાવી, સહી સિક્કા કરાવી ચેકમાં નામ બાકી રાખે અને કહેવામાં આવે કે બેંકમાં હેડ પૂછીને પછી ચેકમાં નામ લખીને જમા કરી દેશું,આવી રીતે જે તે શિક્ષકને વિશ્વાસમાં લઈ ચેક લખાવી લેવામાં આવેલ ત્યારબાદ આ ચેક વ્યક્તિગત ખાતા જેમકે અબ્દુલ શેરસિયા તત્કાલિન બી.આર.સી. કો.ઓર્ડીનેટર અને તેની પત્નીના પર્સનલ ખાતામાં અને અરવિંદ પરમાર શિક્ષક જે વાંકાનેર તાલુકા પંચાયતમાં શિક્ષણના ભોગે વહીવટી કામગીરી કરતો હતો,એમના પોતાના વ્યક્તિગત ખાતામાં અને એમની પત્નીના વ્યક્તિગત ખાતામાં જમા કરી બેંકનું બોગસ ચલણ, બેન્કનો બોગસ સિક્કો બનાવી જે તે શિક્ષક જે તે શાળાને આપી દેવામાં આવતો, એજ રીતે ગરીબ દીકરીઓને મળતી વિદ્યાલક્ષ્મીની પાકતી મુદતની બોન્ડની રકમ પણ હિમાંશુ પટેલ નામનો શિક્ષક જે તાલુકા પંચાયતમાં શિક્ષણના ભોગે વહીવટી કામગીરી કરતા શિક્ષકના વતનના ગામના બાળકોના ખાતામાં જમા કરાવી પાછળથી એ બાળકોના વાલીઓ પાસેથી રોકડા રૂપિયા પરત મેળવેલ,તેમજ નિવૃત થતા શિક્ષકોની સર્વિસ બુકમાં 300 રજા પુરી જમા ન હોય એવા શિક્ષકોની 300 રજા પુરી કરી રજાના રોકડ બિલો મંજુર કરી વધારાની રકમ રોકડ સ્વરૂપે આ બધા લોકોએ પરત મેળવેલ, આ સમગ્ર ભ્રષ્ટાચારનો માસ્ટર માઈન્ડ તત્કાલીન બીઆરસી કો.ઓર્ડીનેટર અબ્દુલ શેરસિયા,અરવિંદ પરમાર અને હિમાંશુ પટેલે ઘરના ભુવા અને ઘરના ડાકલા કરી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરેલ છે, આ લોકોના વ્યક્તિગત ખાતામાં સરકારી નાણાં જમા કરેલ હતા તે એમાંથી કેટલીક રકમ પરત ભરીને નિર્દોષતા સાબિત કરવાનો વ્યર્થ પ્રયત્ન કરેલ,પહેલા સરકારી નાણાં પોતાના વ્યક્તિગત ખાતામાં જમા કર્યા અને ઓડિટમાં ખબર પડી જતા નાણાં પરત ભરવા વગેરે જેવી ગંભીર નાણાંકીય ગેરરીતિઓ આચરેલ છે, તત્કાલીન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ ઉપરોક્ત ત્રણેય શિક્ષકો વિરુદ્ધ પોલીસ ફરીયાદ કરતા ત્રણ મહિના સુધી આ ત્રણેય શિક્ષકો ગુમ થઈ ગયા અને નામદાર ન્યાયાલયમાંથી જામીન મળતા શાળામાં હાજર થઈને છેલ્લા છ મહિનાથી બિન્દાસ નોકરી કરે છે,આ લોકો ગુમ રહ્યા એ દિવસોની રજાનું શું? રજા કોણે મંજુર કરી? જામીન મળી ગયા પછી તપાસ શું? આ સમગ્ર ભ્રષ્ટાચાર થયો એ વખતના ટીપીઈઓને કેમ કોઈ સજા નહિ? આવા યક્ષ પ્રશ્નો શિક્ષક આલમમાં ચર્ચાઈ રહ્યા છે.અધિકારીઓ અને પદાધિકારીઓ આ ભ્રષ્ટાચારીઓને છાવરી રહ્યા હોય વાંકાનેરની શિક્ષણ શાખામાં થયેલા લાખો રૂપિયાના ભ્રષ્ટાચારની તપાસનું મીંડું વળી ગયું હોય એવો સુર સંભળાઈ રહ્યો છે.

MORBI: મોરબીમાં આખરે અહીં કયારે બનશે સારો રોડ ..? : પ્રજામાં આક્રોશ

[wptube id="1252022"]
Back to top button