વિજાપુર પિલવાઈ વણકર વાસ મા ગંદકી ના કારણે રહીશોના આરોગ્ય સામે ખતરો મુખ્યમંત્રી ના સ્વાગત કાર્યક્રમ માં કરાઈ રજૂઆત
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર પિલવાઈ ગામે વણકર વાસમાં ગંદકી ને કારણે રહીશો ના આરોગ્ય સામે ખતરો ઉભો થવા પામ્યો છે આ વણકરવાસના રહીશો દ્વારા તાલુકા વિકાસ અધિકારી તેમજ તાલુકા આરોગ્ય વિભાગને જાણ કરી લેખીત રજૂઆત કરવામાં આવી છે તેમ છતાંય તંત્ર દ્વારા પ્રશ્ન નિકાલ કરવામાં આવ્યો નથી જેને લઇને રહીશો એ આ બાબતની મુખ્યમંત્રી ના સ્વાગત કાર્યક્રમ માં પણ રજૂઆત કરી છે છેલ્લા ઘણા સમયથી ગટરોનું ગંદુ પાણી ગ્રામપંચાયત આસપાસ આવેલા મંદિરો શાળાઓ જતા રોડ ઉપર ઉભરાઇ ને બહાર છે જેના કારણે મચ્છર નો ઉપદ્રવ વધવા પામ્યો છે જેના કારણે અહીંના રહીશો બીમારી માં સપડાય તેવી પરિસ્થિતિ ઉભી થવા પામી છે જો પ્રશ્ન નો નિરાકરણ નહીં આવે તો રહીશો લડત માટે ગાંધી માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવા માં આવી છે આ અંગે જાગૃત નાગરિક વસંત ભાઈ રમેશભાઈ ચૌહાણે જણાવ્યુ હતુકે છેલ્લા ઘણા સમય થી ગટરો ની પાઇપ ની લાઈન પાંચ જગ્યાએ થી લીકેજ ના કારણે ગટર નું ગંદુ પાણી ઉભરાઈ ને રોડ ઉપર બહાર આવતા જેના કારણે સમગ્ર વિસ્તારમાં ગંદકી ફેલાઈ રહી છે તંત્ર સત્વરે પગલાં ભરી ને પ્રશ્ન નો નિકાલ કરવામાં આવે તેવી રહીશો દ્વારા માંગ કરવામાં આવી છે અને જેની લેખીત જાણ તાલુકા વિકાસ અધિકારી આરોગ્ય વિભાગ તેમજ સરકાર ના મુખ્યમંત્રી ના સ્વાગત કાર્યક્રમમાં આ બાબતની રજૂઆત કરવામાં આવી છે
વિજાપુર પિલવાઈ વણકર વાસ મા ગંદકી ના કારણે રહીશોના આરોગ્ય સામે ખતરો મુખ્યમંત્રી ના સ્વાગત કાર્યક્રમ માં કરાઈ
વાત્સલ્યમ્ સમાચાર