વિજાપુર તિરુપતિ ઋષિવન ખાતે દિવાળી ની રજાઓ માં ભારે ભીડ જામી
રજાઓમાં તિરુપતિ ઋષિવન ની મુલાકાત લઈ લોકોએ મજા માણી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર સાબરમતી નદીના કિનારે આવેલ સુરમ્ય તિરુપતિ ઋષિવન પાર્ક માં દિવાળી સતત પખવાડિયામાં પડેલી રજાઓ નો લોકોએ ઉપયોગ કરતા હોય તેમ તિરુપતિ ઋષિવન ની મુલાકાત લઈ ને લોકોએ ભરપૂર મજા માણી હતી જેમાં ગુજરાત ના વિવિધ જીલ્લા તાલુકાઓ માંથી આવ્યા હતા અને ઋષિવન જંગલ તેમજ લકકડીયા પૂલ તેમજ સાયકલિંગ વોટરપાર્ક રેલગાડી શિકારી ગાડી સહિત વિવિધ બાળકો માટે ના રમત ના સાધનો વગેરે નો ઉપયોગ કર્યો હતો જેમાં આવેલા મુલાકાતી ના જણાવ્યા મુજબ અહીં નાના મોટા સર્વે લોકો અને એમાં પણ યુવાનો માટે ના વિવિધ સાધનો રમતો આવેલ હોવાથી દરેક લોકો આનંદીત જણાયા હતા એક મુલાકાતી એ જણાવ્યા મુજબ જો રમતો માટે ના સાધનો માટે એક ફેમિલી પેક બનાવવા માં આવે તો અહીં આવતા પરિવાર જનો એક જૂથ સાથે રહી આનંદ માણી શકે જોકે સમગ્ર રજાઓ દરમ્યાન લોકો જુદીજુદી જગ્યાએ થી આવતા અહીં લોકોની છેલ્લા દિવસો માં પણ ભારે ભીડ જોવા મળી હતી
વાત્સલ્યમ્ સમાચાર