MORBI:મોરબી સંજયભાઈ લક્ષ્મીદાસ ગણાત્રાનું દુઃખદ અવસાન; સોમવારે ઉઠમણું અને સાદડી

મોરબી નિવાસી શ્રી સંજયભાઈ લક્ષ્મીદાસ ગણાત્રા (ઉં.વ. 59, જાણીતા સંજય પતંગવાળા)નું તારીખ 25 સપ્ટેમ્બર 2026, શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયું છે.

તેઓ સ્વ. લક્ષ્મીદાસ નરસીદાસ ગણાત્રાના પુત્ર અને સ્વ. તુલસીદાસ ભવાનભાઈ બુદ્ધદેવના જમાઈ હતા. સાથે જ તેઓ વિશાલભાઈ, શિવમભાઈ તથા સ્વ. પૂજાબેનના પિતા તેમજ સુરેશભાઈ, રાજુભાઈ અને વિનુબેન મહેન્દ્રકુમાર ભીમજીયાનીના ભાઈ થતા હતા.
સદગતનું ઉઠમણું તથા સ્વસુર પક્ષની સાદડી
તારીખ: 28 સપ્ટેમ્બર 2026, સોમવાર સમય: સાંજે 5:00 થી 6:00 કલાકે સ્થળ: કડિયા સમાજની વાડી, કલ્યાણેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં, જેલ રોડ, મોરબી ઈશ્વર દિવંગત આત્માને શાંતિ અર્પે અને શોકગ્રસ્ત પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના.









