MORBI:મોરબીના જાણીતા કલાકાર ‘જુનિયર રમેશ મહેતા'(મયુરભાઈ) ગંભીર બીમારીમાં: મદદ માટે કરાઈ અપીલ


મોરબી:પોતાના અનોખા અંદાજ “ઓ…હો…હો…હો…” બોલીને લોકોને પેટ પકડીને હસાવતા મોરબીના જાણીતા કલાકાર અને ગુજરાતભરમાં ‘જુનિયર રમેશ મહેતા’ તરીકે ઓળખાતા મયુરભાઈ (મયુરબાપા) હાલ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, મયુરભાઈ છેલ્લા ૧૨ વર્ષથી કિડનીની ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે અને તેમની બંને કિડની ફેલ હોવાથી તેઓ નિયમિત ડાયાલિસીસ કરાવી રહ્યા છે. આ સાથે જ હાલ તેમના લીવરમાં પણ ગંભીર તકલીફ ઊભી થઈ છે. સમગ્ર ઘરની આર્થિક તેમજ અન્ય તમામ જવાબદારીઓ તેમના પર હોવાથી પરિવાર ભારે મુશ્કેલીમાં મુકાયો છે.
તેમના પરિવાર અને સ્નેહીજનો દ્વારા સહાય માટે જાહેર અપીલ કરવામાં આવી છે:કિડની ડોનેટ અથવા સહાય: જો કોઈ વ્યક્તિ કિડની ડોનેટ કરવા તૈયાર હોય, સારવારમાં સહાયરૂપ થઈ શકે તેવો સંપર્ક ધરાવતી હોય અથવા આર્થિક મદદ કરવા ઇચ્છતી હોય, તો તેઓ 9726612854 નંબર પર સંપર્ક કરી શકે છે.

ઓનલાઇન સહાય: UPI દ્વારા નાની-મોટી રકમનું દાન સ્વીકારવા માટે ક્યૂઆર કોડ (QR Code) પણ જાહેર કરવામાં આવ્યો છે.
ઇન્સ્ટાગ્રામ હેન્ડલ્સ: @jr_ramesh_maheta, @oho_morbi લોકોને હસાવનાર આ કલાકારને આ કપરા સમયે સમાજના સાથ અને સહકારની જરૂર છે. શક્ય તેટલી મદદ કરવા અથવા આ સંદેશ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા અપીલ કરવામાં આવી છે.












