MORBI:મોરબી નિર્દોષ સ્મિત અને સંસ્કારોથી સૌનું મન મોહતા વેદાંત રાવલનો આજે જન્મદિવસ

મોરબી તાલુકાના સનાળા ગામે રહેતા રાવલ પરિવારના આંગણે આજે ખુશીનો અવસર આવ્યો છે. પરિવારના લાડકવાયા બાળક વેદાંત જીતેન્દ્રભાઈ રાવલનો આજે શુભ જન્મદિવસ હોવાથી પરિવારજનો, સગા-સંબંધીઓ અને મિત્રવર્તુળ દ્વારા તેના પર અભિનંદન અને આશીર્વાદનો અવિરત વરસાદ વરસી રહ્યો છે.

વેદાંતના પિતા જીતેન્દ્રભાઈ ચંદ્રકાંતભાઈ રાવલ અને માતા દિપ્તીબેન જીતેન્દ્રભાઈ રાવલના લાડલા વેદાંતનો ઉછેર દાદી ઉષાબેન ચંદ્રકાંતભાઈ રાવલના સ્નેહ, વહાલ અને ઉત્તમ સંસ્કારોના સિંચન વચ્ચે થઈ રહ્યો છે. આ શુભ અવસરે સ્વ. દાદા ચંદ્રકાંતભાઈ રાવલની લાગણીસભર સ્મૃતિઓ પણ પરિવારના હૃદયમાં તાજી થઈ છે.
ચહેરા પર નિર્દોષ સ્મિત અને આત્મવિશ્વાસભર્યો અંદાજ ધરાવતો નાનકડો વેદાંત સૌ કોઈનું મન મોહી લે છે. વેદાંત સંસ્કારો સાથે જીવનના દરેક ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરે, ઉત્તમ શિક્ષણ મેળવીને પરિવાર તેમજ સમાજનું નામ રોશન કરે તેવી લાગણી સૌ સ્નેહીજનો વ્યક્ત કરી રહ્યા છે. આજના પાવન દિવસે વેદાંત નિરોગી, દીર્ઘાયુ અને ઉજ્જવળ ભવિષ્ય પ્રાપ્ત કરે તેવી સહુ કોઈ મંગલકામનાઓ પાઠવી રહ્યા છે.









