કાલોલ સિવિલ કોર્ટ સહિત રાજ્યભરમાં વકીલોની હડતાળનો અંત: સરકારની ખાતરી બાદ કામકાજ ફરી શરૂ.

તારીખ ૦૭/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

ગુજરાત ભાડા વિધેયકને લઈને છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી વકીલોની હડતાળનો આખરે અંત આવ્યો છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને સરકાર વચ્ચે આજે યોજાયેલી બેઠક અત્યંત હકારાત્મક અને સંતોષકારક રહી હોવાનું સામે આવ્યું છે.

ગતરોજ બાર કાઉન્સિલના માનનીય સભ્યો તથા સરકારશ્રી વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં સરકાર તરફથી વકીલોને સ્પષ્ટ આશ્વાસન આપવામાં આવ્યું છે કે મ્યુનિસિપલ કમિશનર, પ્રાંત અધિકારી કે કલેકટર સમક્ષ કોઈ પણ કેસ ટ્રાન્સફર કરવામાં આવશે નહીં અને તમામ કેસો સંબંધિત સિવિલ કોર્ટમાં જ રહેશે. અને આ ઉપરાંત સમગ્ર મુદ્દાના જરૂરી સુધારા અને કાયમી નિરાકરણ માટે એક હાઈ-લેવલ કમિટી બનાવવામાં આવશે, જેમાં અસરગ્રસ્ત કક્ષાના વકીલઓ, બાર કાઉન્સિલના સભ્યો તથા સરકારશ્રીના પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવશે. અને બાર કાઉન્સિલના સભ્યો સાથે થયેલ વાતચીત બાદ ટૂંક સમયમાં જ બાર કાઉન્સિલ દ્વારા આ અંગેનો સત્તાવાર પરિપત્ર અને સર્ક્યુલર બહાર પાડવામાં આવશે. જ્યાં મળેલા હકારાત્મક આશ્વાસનના આધારે વકીલોએ હડતાળ સમેટવાનો નિર્ણય કર્યો છે. ત્યારે આજરોજ તારીખ ૦૭/૧૦/૨૦૨૬ થી કાલોલ સિવિલ કોર્ટ સહિત રાજ્યની તમામ કોર્ટોનું કામકાજ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે અને કામકાજથી અળગા રહેવાનો નિર્ણય પરત ખેંચવામાં આવ્યો છે.

{“AIGC”:{“ContentPropagator”:”001191441900557262083U10400″,”Label”:”1″,”ReservedCode1″:””,”ProduceID”:”7c8f27ed-7f15-4a0e-8fb4-5e22247521f0″,”ReservedCode2″:””,”PropagateID”:”7c8f27ed-7f15-4a0e-8fb4-5e22247521f0″,”ContentProducer”:”001191441900557262083U10400″}};
45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

ભરૂચની દૂધધારા ડેરીના ગ્રાઉન્ડ પર સેવા જ્યોત યાત્રા અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

Horoscope

Weather

વધુ વાંચો

ભરૂચની દૂધધારા ડેરીના ગ્રાઉન્ડ પર સેવા જ્યોત યાત્રા અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો