MORBI-મોરબીના શહેરીજનો પોતાના આંગણે ઉગાડી શકશે તાજા શાકભાજી: બાગાયત ખાતા દ્વારા સસ્તા દરે બિયારણનું વેચાણ શરૂ કરાયું

MORBI-મોરબીના શહેરીજનો પોતાના આંગણે ઉગાડી શકશે તાજા શાકભાજી: બાગાયત ખાતા દ્વારા સસ્તા દરે બિયારણનું વેચાણ શરૂ કરાયું

કેનીંગ અને કિચન ગાર્ડન યોજના હેઠળ વિવિધ શાકભાજીના બિયારણ સાથે અપાશે તાંત્રિક માર્ગદર્શન

યોજનાનો લાભ લેવા બાગાયત કચેરી, તાલુકા સેવા સદન ખાતે સંપર્ક કરવો

મોરબી શહેરના નાગરિકો પોતાના ઘર આંગણે જ તાજા અને સાત્વિક શાકભાજી ઉગાડીને કિચન ગાર્ડનીંગનો આનંદ માણી શકે તે માટે સરકારના બાગાયત ખાતા દ્વારા પહેલ કરવામાં આવી છે. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન ‘કેનીંગ અને કીચન ગાર્ડન’ યોજના અંતર્ગત શહેરીજનોને પોતાના ઘર આંગણે કે ધાબા પર બાગાયત વાટિકા ઊભી કરવાના હેતુથી રાહત દરે વિવિધ શાકભાજીના ગુણવત્તાયુક્ત બિયારણનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે.

આ યોજના હેઠળ ભીંડો, ગુવાર, રીંગણા, મરચા, ટામેટા, સુરતી પાપડી, દૂધી, તુરીયા, કાકડી, પાલક, મેથી અને ધાણા સહિતના વિવિધ શાકભાજીના બિયારણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. બિયારણ વિતરણની સાથે સાથે નાગરિકોને કીચન ગાર્ડનીંગ સુચારુ રીતે કરવા માટે જરૂરી તમામ તાંત્રિક માર્ગદર્શન પણ પૂરૂં પાડવામાં આવશે.

આ લાભ મેળવવા ઇચ્છુક શહેરીજનોએ ‘નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, રૂમ નં. ૨૨૬-૨૨૭, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી ખાતે તથા ફોન નં. ૦૨૮૨૨-૨૪૧૨૪૦’ નો સંપર્ક કરવા નાયબ મોરબી બાગાયત નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

સાધલીની પીએમ શ્રી પ્રાથમિક શાળા ખાતે સી.આર.સી. કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું.જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ગણિત અને વિજ્ઞાન વિષયને લગતા વિવિધ પ્રોજેક્ટો તથા કૃતિઓ રજૂ કરી

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો