MORBI મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી નવી જગ્યાએ કાર્યરત કરાઈ

MORBI મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી નવી જગ્યાએ કાર્યરત કરાઈ

મેડિકલ કોલેજની બાજુમાં, OSEM સ્કૂલ સામે, જિલ્લા રમત સંકુલ ખાતે ખસેડાઈ કચેરી; નાગરિકોએ નોંધ લેવા અનુરોધ

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સંચાલિત મોરબીના જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી તથા જિલ્લા રમત ગમત અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરીનું સરનામું બદલાયેલ છે. અગાઉ આ કચેરી ઓમ શાંતિ પ્રિ-સ્કૂલ, સૂર્યકીર્તિ-૧, મહારાણા પ્રતાપ સર્કલ, મોરબી-૨ ખાતે કાર્યરત હતી, જેનું હવે નવા સ્થળે સ્થાનાંતર કરવામાં આવ્યું છે.

 

નવા સરનામા મુજબ હવે જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી ‘જિલ્લા રમત સંકુલ, OSEM (CBSE) સ્કૂલની સામે, મેડિકલ કોલેજની બાજુમાં, મોરબી-રાજકોટ રોડ, મોરબી-૩૬૩૬૪૩’ ખાતે રીતે કાર્યરત કરવામાં આવી છે.

 

જેથી સર્વે સરકારી, અર્ધ-સરકારી કચેરીઓ, રમતગમત મંડળો, ખેલાડીઓ તથા સામાન્ય નાગરિકોએ કચેરી સંબંધિત તમામ પત્રવ્યવહાર અને સંપર્ક હવેથી આ નવા સરનામા પર કરવા જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

 

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

સાધલીની પીએમ શ્રી પ્રાથમિક શાળા ખાતે સી.આર.સી. કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું.જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ગણિત અને વિજ્ઞાન વિષયને લગતા વિવિધ પ્રોજેક્ટો તથા કૃતિઓ રજૂ કરી

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો