પાટણ ખાતે ‘RTI Week Celebration-૨૦૨૬’ અંતર્ગત માહિતીનો અધિકાર અધિનિયમ અંગે જિલ્લા કક્ષાનો પરિસંવાદ

પાટણ ખાતે ‘RTI Week Celebration-૨૦૨૬’ અંતર્ગત માહિતીનો અધિકાર અધિનિયમ અંગે જિલ્લા કક્ષાનો પરિસંવાદ યોજાયો

રાજ્ય મુખ્ય માહિતી કમિશનરશ્રી સુબ્રમણિયમ આર. ઐયરની વિશેષ ઉપસ્થિતિ

“માહિતી જાહેર કરવી એ નિયમ છે અને માહિતી નકારવી અપવાદ”: રાજ્ય મુખ્ય માહિતી કમિશનરશ્રી સુબ્રમણિયમ આર. ઐયર

 વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મહેસાણા, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના જાહેર માહિતી અધિકારીઓ અને અપીલ અધિકારીઓ જોડાયા

માહિતી બ્યુરો, પાટણ

ભારત સરકાર દ્વારા દર વર્ષે તા. ૫ થી ૧૨ ઓક્ટોબર દરમિયાન “RTI Week Celebration” ની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે પાટણ જિલ્લા કલેક્ટર કચેરીના વીડિયો કોન્ફરન્સ હોલ ખાતે ગુજરાત માહિતી આયોગ દ્વારા માહિતીનો અધિકાર અધિનિયમ, ૨૦૦૫ નું અમલીકરણ અને જવાબદારીનું સુદ્રઢીકરણ” વિષય પર એક વિશેષ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું

આ કાર્યક્રમમાં રાજ્ય મુખ્ય માહિતી કમિશનરશ્રી સુબ્રમણિયમ આર. ઐયર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ પરિસંવાદમાં પાટણ ઉપરાંત વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અરવલ્લી, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાના કલેક્ટર કચેરીના જાહેર માહિતી અધિકારીશ્રીઓ તથા પ્રથમ અપીલ સત્તાધિકારીશ્રીઓ સીધા જોડાયા હતા.

માહિતીનો અધિકાર સપ્તાહની ઉજવણી અંતર્ગત પાટણ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્ય માહિતી કમિશનરશ્રી સુબ્રમણિયમ આર. ઐયરે કાયદાના અસરકારક અમલીકરણ અને સુચારૂ વહીવટ માટે સ્પષ્ટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ,દરેક જવાબદાર અધિકારીએ પોતાની ફરજના ભાગરૂપે કાયદાનું સચોટ વાંચન અને પાલન કરવું અનિવાર્ય છે. જાહેર માહિતી અધિકારીઓએ અરજી મળ્યાના નિયત ૩૦ દિવસમાં જ સ્પષ્ટ, મુદ્દાસર અને કાયદાકીય જોગવાઈઓ આધારિત જવાબ આપવો જોઈએ

તેમણે ઉમેર્યું હતું કે મોટા પ્રમાણમાં માહિતી માગવામાં આવી હોય તેવા કિસ્સામાં અરજી સીધી ના મંજૂર કરવાના બદલે અરજદારને કચેરી સમય દરમિયાન રૂબરૂ બોલાવી રેકોર્ડ નિરીક્ષણ કરાવવું જોઈએ. રેકોર્ડ નિરીક્ષણ બાદ અરજદાર પાસેથી કયા અને કેટલા પાનાની માહિતી જોઈએ છે તે લેખિતમાં લેવું જેથી ભવિષ્યમાં કોઈ મૂંઝવણ કે અપીલ ઊભી ન થાય.

અર્ધ-ન્યાયિક પ્રક્રિયામાં પ્રથમ અપીલ અધિકારીઓની ભૂમિકા અંગે રાજ્ય મુખ્ય માહિતી કમિશનરશ્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, પ્રથમ અપીલની સુનાવણી દરમિયાન અરજદાર ગેરહાજર રહે તો પણ અરજી દફતરે ન કરતાં કેસના ગુણદોષ આધારિત નિર્ણય કરવો જોઈએ. પ્રથમ અપીલ અધિકારીઓ જો બંને પક્ષોને સાંભળીને સ્પષ્ટ અને કારણોસહ ઓર્ડર કરશે તો ૭૦ ટકા કિસ્સાઓમાં બીજી અપીલ કરવાની જરૂર જ નહીં પડે.

આ ઉપરાંત તમામ કચેરીઓએ ૧૭ મુદ્દાનું પ્રો-એક્ટિવ ડિસ્ક્લોઝર (Proactive Disclosure) પોર્ટલ પર અપલોડ કરવું જોઈએ, જેથી નાગરિકોને સહજ રીતે માહિતી મળે અને આરટીઆઈ અરજીઓનું ભારણ ઘટે. તેમણે અધિકારીઓને ‘માહિતી આપવાના’ હકારાત્મક અભિગમ સાથે કામ કરવા આહ્વાન કર્યું હતું.

માહિતીનો અધિકાર સપ્તાહની ઉજવણી અંતર્ગત પાટણ જિલ્લા કલેક્ટર ડૉ. પ્રશાંત જીલોવાએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૫માં અમલમાં આવેલો માહિતી અધિકાર કાયદો વહીવટી તંત્રમાં પારદર્શિતા (Transparency) અને જવાબદેહી (Accountability) સુનિશ્ચિત કરવાનું એક મહત્વપૂર્ણ માધ્યમ છે.તેમણે ઉમેર્યું હતું કે, કાયદામાં દર્શાવેલી ૩૦ દિવસની સમયબદ્ધ મર્યાદા મુજબ માહિતી પૂરી પાડવાથી સરકારી કામગીરી વધુ અસરકારક અને લોકાભિમુખ બને છે.”

અધિકારીઓ તથા જાહેર માહિતી અધિકારીઓને સંબોધતા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, આ કાયદા હેઠળની કામગીરીને વધારાના બોજ તરીકે ન જોતાં તેને કાયદાના સાચા આશય અને હાર્દ સાથે સ્વીકારવી જોઈએ. જો દફતરી રેકોર્ડનું યોગ્ય વર્ગીકરણ અને વ્યવસ્થિત વ્યવસ્થાપન કરવામાં આવે તો માહિતી આપવાની પ્રક્રિયા અત્યંત સરળ, ઝડપી અને સુગમ બની રહે છે.

 વડાપ્રધાનશ્રીના ‘સુશાસન’ ના વિઝનનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે, વર્તમાન સમયમાં સરકારી વ્યવસ્થાનો મુખ્ય ધ્યેય પારદર્શિતા અને જવાબદેહી તરફનો છે, જેથી નાગરિકોને સાચા અર્થમાં સંતોષ અને ન્યાય મળી રહે.

આ પરિસંવાદ માં માહિતી આયોગ દ્વારા પ્રકાશિત કરેલ માહિતી નો અધિકાર બે દાયકા ની સફર પુસ્તિકા રાજ્ય મુખ્ય માહિતી કમિશનરશ્રી દ્વારા જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી ને આપવામાં આવી હતી

વધુમાં આયોગ દ્વારા તૈયાર કરેલ પ્રેઝન્ટેશન આર.ટી આઈ અરજીનો અસરકારક નિકાલ વિસ્તૃત રીતે રજૂ કરવામાં આવ્યું હતું જેમાં સબંધિત કાયદા અને કલમો સહિત વિવિધ બાબતો ને રજૂ કરવામાં આવી હતી

પરિસંવાદના અંતે યોજાયેલા પ્રશ્નોત્તરી સેશનમાં હાજર રહેલા જાહેર માહિતી અધિકારીઓ અને અપીલ અધિકારીઓ દ્વારા આરટીઆઈ કાયદાના અમલીકરણ, અરજીઓના નિકાલ અને વ્યવહારિક મુશ્કેલીઓને લગતા વિવિધ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.રાજ્ય મુખ્ય માહિતી કમિશનરશ્રી સુબ્રમણિયમ આર. ઐયરે તમામ પ્રશ્નોને સંતોષકારક રીતે સાંભળીને કાયદાકીય જોગવાઈઓ અનુસાર સ્થળ પર જ સ્પષ્ટ અને સચોટ માર્ગદર્શન પૂરું પાડી તેમની તમામ શંકાઓનું સરળતાથી નિરાકરણ કર્યું હતું.

આ પરિસંવાદ માં જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલ, નિવાસી અધિક કલેકટર ડૉ મેહુલ બરાસરા,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એ.ડી વણઝારા, નાયબ કલેક્ટર બી જે દરજી , નાયબ કલેક્ટરશ્રીઓ સહિત જિલ્લા ના પ્રાંત અધિકારીઓ અપીલ અધિકારીઓ જાહેર માહિતી અધિકારીઓ, તેમજ ઓનલાઇન માધ્યમથી મહેસાણા

અરવલ્લી, પાટણ સાબરકાંઠાના અધિકારીઓ, જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો