9 ઓકટોબર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

ખેલ મહાકુંભ અંતર્ગત તાલુકા કક્ષા ની એથ્લેટીક્સ સ્પર્ધામાં મહંત શ્રી કે.ડી આદર્શ હાઇસ્કુલ રામપુરા નો ઉત્કૃષ્ટ દેખાવ. ડીસા તાલુકા કક્ષા ની એથ્લેટીક્સ સ્પર્ધા જાગૃતિ વિદ્યાલય શેરપુરા ખાતે તારીખ 9/10/2026 ના રોજ યોજાયેલ. જે અંતર્ગત મહંત શ્રી કે.ડી આદર્શ હાઇસ્કુલ રામપુરા ની ત્રણ વિદ્યાર્થીઓની ઓ એ ભાગ લીધેલ અને ત્રણેય વિદ્યાર્થીની ઓ એ પોતાની કેટેગરીમાં તાલુકા કક્ષાએ નંબર મેળવી શાળાનું ગૌરવ વધારેલ.
જેમાં 1. ચૌધરી જયશ્રી દિનેશભાઈ ચક્ર ફેક માં પ્રથમ સ્થાને અને ગોળાકારમાં દ્વિતીય સ્થાને રહેલ.
2 દામેચા પાયલ ઉમેદજી લંગડી ફાળ કુદમાં પ્રથમ સ્થાને રહેલ
3. રબારી આશાબેન લીલાભાઈ ચક્ર ફેક માં તૃતીય સ્થાને રહેલ. તમામ ખેલાડીઓને શાળાના વ્યાયામ શિક્ષક શ્રી પરેશકુમાર બી રાવલે કોચિંગ આપેલ
વિજેતા તમામ ખેલાડીઓ ને અને કોચ શ્રી ને શાળા પરિવાર તેમજ સંસ્કાર મંડળ રામપુરા દ્વારા અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કરવામાં આવેલ.










