MORBI મોરબી કલેક્ટર સ્વપ્નિલ ખરેની પ્રેરક ઉપસ્થિતિમાં વાંકાનેરના ભેરડા ખાતે ‘આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ’ની ઉજવણી કરાઈ

MORBI મોરબી કલેક્ટર સ્વપ્નિલ ખરેની પ્રેરક ઉપસ્થિતિમાં વાંકાનેરના ભેરડા ખાતે ‘આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ’ની ઉજવણી કરાઈ

‘End child marriage and invest in girl’s rights’ થીમ અન્વયે દીકરીઓના શિક્ષણ, આત્મનિર્ભરતા અને સુરક્ષાનો સંદેશ અપાયો

નવજાત દીકરીઓ માટે ‘દીકરી વધામણા કીટ’ અને તેજસ્વી વિદ્યાર્થીનીઓને ‘એજ્યુકેશન કીટ’નું વિતરણ કરાયું

ડ્રોપ-આઉટ દીકરીઓ સાથે કલેક્ટરશ્રીએ વ્યક્તિગત બેઠક યોજી પુનઃ અભ્યાસ શરૂ કરવા પ્રોત્સાહિત કરી.

ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ યોજના અંતર્ગત આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ૨૦૨૬ ની મુખ્ય થીમ ”End child marriage and invest in girl’s right’ ને સાર્થક કરતા મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાંકાનેર તાલુકાના ભેરડા ગામની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી.

 

દીકરીઓને કારકિર્દી માર્ગદર્શન આપતાં કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, “આજની દીકરીઓ વિજ્ઞાન, રમતગમત અને વહીવટી સેવાઓ જેવા ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહી છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવવા માટે યોગ્ય આયોજન, સતત મહેનત, વર્તમાન પ્રવાહોની જાણકારી અને દૃઢ આત્મવિશ્વાસ અત્યંત જરૂરી છે.”

 

ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવાના ઉદેશ્ય સાથે કલેક્ટરશ્રીએ ધોરણ ૧૨ પૂર્ણ કર્યા બાદ કોઈ કારણોસર અભ્યાસ છોડી દેનાર દીકરીઓ સાથે વ્યક્તિગત બેઠક યોજી સીધો સંવાદ કર્યો હતો. તેમણે દીકરીઓની મુશ્કેલીઓ જાણી, શિક્ષણને આત્મનિર્ભરતાનો મજબૂત આધાર ગણાવીને તેમને ફરીથી ઉચ્ચ અભ્યાસ શરૂ કરી પોતાના સપનાઓ સાકાર કરવા ભાવનાત્મક પ્રેરણા પૂરી પાડી હતી.

આ પ્રસંગે સરકારી હોસ્પિટલમાં જન્મેલી નવજાત દીકરીઓને ગૌરવભેર આવકારવા ‘દીકરી વધામણા કીટ’નું વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ ધોરણ ૧૦ અને ૧૨ માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે ઉત્તીર્ણ થયેલી તેજસ્વી દીકરીઓને ‘એજ્યુકેશન કીટ’ આપી સન્માનિત કરાઈ હતી.

 

કાર્યક્રમમાં શાળાની વિદ્યાર્થીનીઓએ દીકરીઓના અધિકારો, શિક્ષણનું મહત્વ અને આત્મનિર્ભરતા વિષય પર પોતાના પ્રેરણાદાયી વિચારો રજૂ કર્યા હતા. કલેક્ટરશ્રી તથા જેમહિલા અને બાળ અધિકારી શ્રી જલ્પાબેન ત્રિવેદી સહિત ઉપસ્થિત સૌએ શાળા પરિસરમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું. આ પ્રસંગે બાળલગ્ન અટકાવી દીકરીઓને સુરક્ષિત વાતાવરણ અને શિક્ષણની સમાન તકો પૂરી પાડવા સમાજને આહ્વાન કરવામાં આવ્યું હતું.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો