“ટીબી હારશે, દેશ જીતશે”: ગરબાડાના પાંચવાડામાં ડૉ. બક્ષિશ ડામોર દ્વારા ટીબીના દર્દીઓ માટે સેવાકાર્ય

તા.૨૯.૧૦.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત માનવતાભર્યું સેવાકાર્ય: ડૉ. બક્ષિશ ડામોર બન્યા નિક્ષય મિત્ર

ગરબાડાના પાંચવાડા વિસ્તારમાં ટીબીના ૩ હાઈ-રિસ્ક દર્દીઓને આગામી છ મહિના સુધી પોષણયુક્ત આહાર કિટનું વિતરણ કરશે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબીના દર્દીઓને સમયસર સારવારની સાથે પૂરતો પોષણયુક્ત આહાર મળી રહે અને તેમની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તે હેતુસર સમાજમાં સેવાભાવ અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.ગરબાડા તાલુકાના પાંચવાડા વિસ્તારમાં ટીબીની સારવાર લઈ રહેલા અને ઓછું વજન ધરાવતા ૩ હાઈ-રિસ્ક દર્દીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ડૉ. બક્ષિશ ડામોરે નિક્ષય મિત્ર તરીકે જોડાઈ આગામી છ મહિના સુધી નિયમિતપણે પોષણયુક્ત આહાર કિટનું વિતરણ કરવાનો સંકલ્પ લીધો છે.ટીબીના દર્દીઓ માટે દવાઓની સાથે પોષણયુક્ત આહાર પણ અત્યંત મહત્ત્વનો છે. પૂરતા પોષણથી દર્દીઓના શરીરને જરૂરી શક્તિ મળે છે, રોગપ્રતિકારક ક્ષમતા મજબૂત બને છે અને સારવાર દરમિયાન સ્વાસ્થ્યમાં સુધારો લાવવામાં મદદ મળે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ડૉ. બક્ષિશ ડામોર દ્વારા લેવામાં આવેલો આ સેવાભાવી નિર્ણય દર્દીઓ માટે સહાયક સાબિત થશે.ટીબી મુક્ત ભારત અભિયાનને સફળ બનાવવા માટે સમાજના દાતાઓ, સેવાભાવી વ્યક્તિઓ અને સંસ્થાઓ નિક્ષય મિત્ર બની ટીબીના દર્દીઓને પોષણ સહાય પૂરી પાડે તે સમયની માંગ છે. આવા સેવાકાર્યોથી દર્દીઓનું મનોબળ વધે છે અને ટીબી સામેની લડાઈમાં જનભાગીદારીને વધુ પ્રોત્સાહન મળે છે.“ટીબી હારશે, દેશ જીતશે”ના સંકલ્પ સાથે ટીબી મુક્ત ભારતના નિર્માણ માટે દરેક નાગરિકે પોતાની યથાશક્તિ યોગદાન આપવું જોઈએ.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો