રાજકોટ સરાઝા હોટલમાં દારૂ-હુક્કાની હાઈપ્રોફાઈલ મહેફિલ; બર્થ-ડે પાર્ટીમાંથી 33 મહિલા-43 પુરુષ ઝડપાયા, લાઈટો બંધ કરી મોં છુપાવવા કપડાં અપાયા!

રાજકોટમાં દિવાળીના માહોલ વચ્ચે એક હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીએ પોલીસને દોડતી કરી દીધી હતી. કાલાવડ રોડ પર આવેલી સરાઝા હોટેલમાં 31 ઓક્ટોબરની મધરાતે ચાલી રહેલી પાર્ટી પર LCB ઝોન-2ની ટીમે દરોડો પાડ્યો હતો. ડેકોરા ગ્રુપના માલિક ચિરાગ અરવિંદ પટેલના જન્મદિવસની ઉજવણી નિમિત્તે આ પાર્ટી યોજાઈ હોવાનું સામે આવ્યું છે. પાર્ટીમાં 43 પુરુષ અને 33 મહિલા સહિત કુલ 76 લોકો હાજર હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની બોટલો કબજે કરી 38 લોકો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

(ચિરાગ પટેલનો જન્મદિવસ દિવાળી પર હોવાથી એડવાન્સમાં પાર્ટી આયોજીત કરી હતી)
મળતી માહિતી મુજબ, ચિરાગ પટેલનો જન્મદિવસ 12 નવેમ્બરે છે અને દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને અગાઉથી જ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. 31 ઓક્ટોબરની રાત્રે સરાઝા હોટેલમાં પાર્ટી ચાલી રહી હોવાનો વીડિયો સામે આવ્યા બાદ પોલીસ સક્રિય થઈ હતી. રાત્રે આશરે 1 વાગ્યે LCB ઝોન-2ની ટીમે હોટેલમાં ઓચિંતો દરોડો પાડ્યો હતો. પોલીસની એન્ટ્રી થતાં જ પાર્ટીમાં હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. હોટેલના પાર્કિંગમાં મોંઘીદાટ અને લક્ઝરી કારની લાંબી લાઈન જોવા મળી હતી. રાજકોટ અને મોરબીના જાણીતા વેપારીઓ તથા ઉદ્યોગપતિઓ પણ પાર્ટીમાં હાજર હોવાની ચર્ચા છે.
રાજકોટની સરાઝા હોટેલ પાર્ટીમાં મોરબીની પ્રખ્યાત ટાઈલ્સ કંપની વરમોરા ગ્રેનિટો પ્રાઈવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર મનીષ વરમોરા પણ હોવાનુ સામે આવ્યું છે. ઘટનાસ્થળેથી વરમોરા કંપનીના નામની ફોર્ચ્યુનર કાર પણ મળી આવી હતી. પોલીસ દ્વારા આ દરોડા દરમિયાન પકડાયેલા વાહનોની યાદી જાહેર કરવામાં આવી છે જેમાં એમનુ નામ પણ સામેલ છે.

પોલીસની કાર્યવાહી દરમિયાન હોટેલની લાઈટો બંધ કરી દેવામાં આવી હોવાની પણ વિગતો સામે આવી છે. રાત્રે આશરે 3 વાગ્યે હોટેલની બહારની વીજળી બંધ થઈ હતી. ત્યારબાદ 3:40 વાગ્યા પછી હોટેલની અંદર અને બહારની લાઈટો પણ બંધ કરી દેવાઈ હતી. આ દરમિયાન પોલીસની કાર્યવાહી વચ્ચે રાજકીય નેતાઓના ફોન આવવા લાગ્યા હોવાની પણ ચર્ચા છે. પાર્ટીમાં હાજર 33 મહિલાઓને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. આ સમયે કેમેરામાં ઓળખ છતી ન થાય તે માટે મહિલાઓએ દુપટ્ટાને બદલે ટેબલ અને ખુરશીનાં કવરથી પોતાનાં મોઢાં ઢાંક્યાં હતાં. વહેલી સવારે 3:55 વાગ્યે મહિલાઓને પોલીસ સુરક્ષા હેઠળ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.
રાજકોટ પોલીસે સવારે 5:05 વાગ્યે પ્રાથમિક વિગતો આપતાં જણાવ્યું હતું કે, પોલીસ હોટેલમાં પહોંચી ત્યારે ટેબલ પર મૂકેલા ગ્લાસમાં દારૂ ભરેલો હતો. સ્થળ પરથી અલગ-અલગ બ્રાન્ડની 750 MLની આશરે 11 ખાલી અને ભરેલી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. દારૂ સિવાય અન્ય કોઈ નશાકારક પદાર્થ મળી આવ્યો નથી. પાર્ટીમાં કુલ 76 લોકો હાજર હતા. કુલ 38 લોકો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમાં પાર્ટીમાં સામેલ 35 વ્યક્તિઓ અને હોટેલ મેનેજર સહિત ત્રણ સર્વિસ સ્ટાફનો સમાવેશ થાય છે.
પોલીસે આ કેસમાં 92થી વધુ વ્યક્તિઓનાં બ્લડ સેમ્પલ એકત્ર કરાવ્યાં હોવાનું પણ સામે આવ્યું છે. પાર્ટીમાં કેટલા લોકોએ દારૂ પીધો હતો અને કોણ નશાની હાલતમાં હતું તે મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે. હોટેલ સંચાલકોએ દારૂની વ્યવસ્થા કરી હતી કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે. હાલ પોલીસે હોટેલનાં CCTV ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે તપાસ આગળ ધપાવી છે. હોટેલ મેનેજમેન્ટની ભૂમિકા સહિત પાર્ટીના આયોજન અને દારૂની વ્યવસ્થા પાછળ કોણ હતું તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.

1. ચિરાગભાઈ અરવિંદભાઈ પટેલ (39, વેપાર) – કાલાવાડ રોડ, અવધ મેઈન રોડ, ડેકોરા હાઈલેન્ડ ફ્લેટ નં. 1001, રાજકોટ
2. નીખીલભાઈ જમનભાઈ પટેલ (44, બિલ્ડર) – કાલાવાડ રોડ, અવધ મેઈન રોડ, ડેકોરા હાઇલેન્ડ એ બિલ્ડીંગ પી-1, રાજકોટ
3. કૃણાલભાઈ કરણભાઈ અગ્રવાલ (41, ટ્રેડીંગ) – 45 ગીતા ભવન, સાંઈનગર સોસાયટી, બીગબજાર પાછળ, રાજકોટ
4. પલવભાઈ ધીરૂભાઈ માકડીયા (40, વેપાર) મોટા મવા, માસુમ સ્કૂલ પાસે, વીનસ ગાર્ડન ફ્લેટ નં. એ-801, રાજકોટ
5. મનીષભાઈ વલ્લભભાઈ પટેલ (42, વેપાર) – સાધુવાસવાણી રોડ, ડેકોરા ઉત્સવ ફ્લેટ બી-101, રાજકોટ
6. હિતભાઈ અનીલભાઈ પટેલ (31, વેપાર). સી-ડીવાઈન હાઈલેન્ડ, સાયન્સ સીટી રોડ, સોલા, અમદાવાદ
7. સ્મીતભાઈ મનસુખભાઈ રોજીવાડીયા (33, કન્સ્ટ્રક્શન)- બોડકદેવ, રાજપથ રોડ, શુભમ સ્કાય એપાર્ટમેન્ટ ફ્લેટ નં. 1201, અમદાવાદ
8. રોહીતભાઈ મગનભાઈ સોનેપરા (51, વેપાર) સાધુવાસવાણી રોડ, સાધુવાસવાણી સ્કૂલની સામે, હરીનગર શેરી નં. 1, રાજકોટ
9. કૌશીકભાઈ પોપટભાઈ રાઠોડ (42, કોન્ટ્રાક્ટર)- ગુંજનપાર્ક મેઈન રોડ, પ્રેમમંદિર પાછળ ડેકોરા વેસ્ટી વિંગ-જી ફ્લેટ નં. 1001, રાજકોટ
10. ઉજાસભાઈ જમનભાઈ વાછાણી (53, બાંધકામ) – ડેકોરા વેસ્ટ હીલ વિંગ ફ્લેટ નં. 1102, અવધ રોડ, રાજકોટ
11. ધર્મેશભાઈ રમણીકભાઈ પટેલ (45, પ્રા. નોકરી) – જીવરા જપાર્ક, ગોલ હાઈટસ ફ્લેટ નં. 1001, રાજકોટ
12. ગૌરવભાઈ હરીભાઈ પટેલ (40, ફર્નિચર કામ) – હરીનગર શેરી નં. 3, શિવ એપાર્ટમેન્ટ ફ્લેટ નં. 301, રાજકોટ
13. અભયભાઈ નરેન્દ્રભાઈ જાવીયા (44, વેપાર) – સાધુવાસવાણી રોડ, પેલેડીયમ એપાર્ટમેન્ટ ફ્લેટ નં. 1002, રાજકોટ
14. સુરજભાઈ રજનીકાંતભાઈ કાનાબાર (38, વેપાર) – સ્કાય ગાર્ડન વીંગ-એ ફ્લેટ જે. 101, અવધ રોડ, કાલાવાડ રોડ, રાજકોટ
15. વિહાનભાઈ ઉજાસભાઈ વાછાણી (25, વેપાર) – ડેકોરા વેસ્ટહીલ્સટન સેક્ટર-2, અવધ રોડ, કાલાવાડ રોડ, રાજકોટ
16. દેવભાઈ મિતુલભાઈ કાલરીયા (24, વેપાર) – ડેકોરા હીલ્સ ફ્લેટ નં. 801, અવધ રોડ, કાલાવાડ રોડ, રાજકોટ
17. વીરભાઈ મિતુલભાઈ કાલરીયા (19, અભ્યાસ) – ડેકોરા હીલ્સ ફ્લેટ નં. 801, અવધ રોડ, કાલાવાડ રોડ, રાજકોટ
18. હાર્દિકભાઈ કિરીટભાઈ ગઢીયા (35, વેપાર) – કરણ અર્જુન પાર્ટી પ્લોટ પાછળ, એકતા ફ્લેટ બી-1002, રાજકોટ
19. જીજ્ઞેશભાઈ ભુદરજીભાઈ સંચાણીયા (45, વેપાર) – હરીદ્વાર હાઈટસ ફ્લેટ નં. એ-1103, રાજકોટ
20. વિરેનભાઈ જયકુમાર તલસાણીયા (38, વેપાર) – પંચશીલ સોસાયટી શેરી નં. 11/3, માલવીયાનગર, રાજકોટ
21. ગૌરવભાઈ ધર્મેશભાઈ વીરડીયા (37, વેપાર) – વૈષ્ણવી મકાન, સિલ્વર સ્ટોન સોસાયટી બંગલો નં. 4, રીલાયન્સ મોલ પાછળ, રાજકોટ
22. હાર્દિકભાઈ અનીલભાઈ ઠક્કર (38, પ્રા. નોકરી) – અભીલાષા પાર્ક શેરી નં. 1, નિર્મળા રોડ, રાજકોટ
23, જેનીલ નરેન્દ્રભાઈ નથવાણી (34) – અવધપુરી શેરી નં. 3, હરીહર સોસાયટી, સ્વામીનારાયણ મંદિર સામે, કાલાવાડ રોડ, રાજકોટ
24. વત્સલ દિપકભાઈ કારીયા (38) – કસ્તુરી પ્રાઇડ એ/201, પર્ણકુટી પોલીસ ચોકી સામે, અતિથિ ચોક, રાજકોટ
25. હાર્દિકભાઈ પ્રફુલચંદ્રભાઈ ગોહિલ (43)- માઉન્ટવિલે 72, ન્યારી રોડ, રીજન્સી લગુન પાસે, રાજકોટ
26. ડેનીશભાઈ ચંદ્રકાંતભાઈ સેજપાલ (38, વેપાર) – રોયલપાર્ક મેઈન રોડ, ઈન્દીરા સર્કલ, ગેલેક્ષી એપાર્ટમેન્ટ ફ્લેટ નં. 22, રાજકોટ
27. ભાર્ગવભાઈ ધર્મેશભાઈ પટેલ (38, વેપાર) – જયપાર્ક 2, નાનામવા રોડ, શ્રદ્ધા મકાન, રાજકોટ
28. જેનીશભાઈ દિપકભાઈ વસાણી (39, વેપાર) – મોટામવા, ગ્રીનફીલ્ડ ગાર્ડન સી વિંગ ફ્લેટ નં. 602, રાજકોટ
29. સંદિપભાઈ પાંચાભાઈ સોરઠીયા (38, વેપાર) – સિલ્વર હાઈટસ વિગ 9 ફ્લેટ નં. 1502, નાનામવા સર્કલ, રાજકોટ
30. દેવાંશભાઈ કમલેશભાઈ શાહ (40, વેપાર) – અનુરાગ સોસાયટી, મકાન નં. બી-21, અકોટા, વડોદરા
31. ગૌરવભાઈ ધીરેનભાઈ અજમેરા (36, વેપાર) – રાધિકા એપાર્ટમેન્ટ ફ્લેટ નં. 401, નિર્મળા કોન્વેન્ટ રોડ, રાજકોટ
32. કુશ સંજયભાઈ ભાડાણીયા (35, વેપાર) – એ-1 સીમંધર એન્કલેવ, જનતાનગર રોડ, ઘાટલોડીયા, અમદાવાદ
33. કુશલભાઈ લક્ષ્મીદાસ ભાલોડીયા (36, વેપાર) – ઓલીવ ગ્રીન્સ, આઈ બ્લોક 1401, ગોતા, અમદાવાદ
34. દિપકભાઈ અમૃતલાલ કોટક (39, વેપાર) – દિપક મકાન, શાંતીનિકેતન સોસાયટી શેરી નં. 1, કાલાવાડ રોડ, રાજકોટ
35. અક્ષત શકિતભાઈ ગોયલ (40, વેપાર) – મકાન નં. 8, જકાદરી યમુનાનગર, હરીયાણા
36. હિતેન્દ્રસિંહ પર્વતસિંહ ચૌહાણ (22, પ્રા. નોકરી) – ઉદયપુર સેક્ટર-4, મનવાખેડા સોસાયટી; મૂળ ગામ સમાવત વાડા
37, મનપ્રીતસિંગ ધ્યાનસીંગ (38, પ્રા. નોકરી, બેન્ક્વેટ હોલના મેનેજર) – સફલ સ્પ્રીંગ ફ્લેટ નં. 305, ન્યારી ડેમ પાસે, રાજકોટ
38. હર્ષવર્ધનસિંહ શંભુસિંહ ચૌહાણ (21, પ્રા. નોકરી) – ગામ ટોકર, ઉદયપુર નોંધ: આ તમામ વિગતો FIR માં નોંધાયેલી છે અને પોલીસ આગળની તપાસ ચલાવી રહી છે.










