પાક નિષ્ફળ જવાની ભીતિ અને દેવાના બોજથી 2 ખેડૂતોએ અંતિમ પગલું ભર્યું

ગુજરાતમાં નબળા ચોમાસાને કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના વિસ્તારોમાં ઓછા વરસાદથી દુકાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. કપાસ અને મગફળી જેવા રોકડિયા પાક નિષ્ફળ જવાની ભીતિ, દેવાનું ભારણ અને પશુધન માટે ઘાસચારાની ચિંતાએ ખેડૂતોની મુશ્કેલીઓ વધારી છે. આ સ્થિતિ વચ્ચે જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામ અને અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં બે ખેડૂતોએ આ*ત્મહ*ત્યા કરી લેતાં ખેડૂતોની સ્થિતિ અંગે ચિંતા ઊભી થઈ છે.

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામમાં રહેતા 47 વર્ષીય ખેડૂત હેમંત મકવાણાને પશુધન માટે ઘાસચારો અને પરિવારના ભરણપોષણની ચિંતા સતાવતી હતી. આ ઉપરાંત, ખેતરમાં કપાસનો પાક નિષ્ફળ જવાની ભીતિ પણ હતી. આ પરિસ્થિતિ વચ્ચે તેમણે ગ*ળેફાં*સો ખાઈ આ*ત્મહ*ત્યા કરી લીધી હતી.

આવી જ ઘટના અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં બની હતી. શ્રમજીવી નગરમાં રહેતા 55 વર્ષીય કનુભાઈ ઊનાવા ભાગીદારીમાં ખેતર રાખીને ખેતી કરતા હતા. કપાસનો પાક થશે કે નહીં અને માથે ચડેલું દેવું કેવી રીતે ચૂકવવું તેની ચિંતામાં તેમણે ખેતરમાં જ ગ*ળેફાં*સો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બે ખેડૂતોની આ*ત્મહ*ત્યાની ઘટનાઓથી પંથકમાં ચકચાર મચી છે.

સૌરાષ્ટ્રના ખેડૂતો મુખ્યત્વે કપાસ અને મગફળી જેવા પાક પર નિર્ભર છે. વરસાદ ખેંચાતાં પાકને નુકસાન થવાની ભીતિ વધી છે. બીજી તરફ, પાકના યોગ્ય ભાવ ન મળવા અને દેવું ચૂકવવાની ચિંતાને કારણે ખેડૂતો આર્થિક સંકટમાં સપડાઈ રહ્યા છે. ખેડૂતોની આ*ત્મહ*ત્યાના તાજેતરના કિસ્સાઓમાંથી 50 ટકાથી વધુ કિસ્સા સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી નોંધાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. એક તરફ ખેડૂતો નબળા ચોમાસા, સિંચાઈના પાણીની અછત અને પાક નિષ્ફળ જવાના જોખમનો સામનો કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા એકતા દિનની ઉજવણીના આયોજનને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.

59
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો