તા.૨૬.૧૧.૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Dahod:દાહોદ રેલ્વે પોલીસ (GRP)ની મોટી સફળતા:મહિલાના અશ્લીલ ફોટા ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કરી આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપનાર વોન્ટેડ આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયો દાહોદ: દાહોદ રેલ્વે પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરનાર મહિલાના કેસમાં રેલ્વે પોલીસે મહત્વની સફળતા મેળવી છે. મૃતક મહિલાના અશ્લીલ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી તેને મરવા માટે મજબૂર કરનાર ફરાર આરોપીને દાહોદ જી.આર.પી. (GRP)ની ટીમે મધ્યપ્રદેશના જબલપુર ખાતેથી ઝડપી પશ્ચિમ રેલ્વે વડોદરાના પોલીસ અધિક્ષક અભય સોની દ્વારા મહિલાઓ અને બાળકો વિરુદ્ધના ગુનાઓ અટકાવવા તેમજ વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા ખાસ સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક જી.એસ. બારીયા (વડોદરા વિભાગ) અને દાહોદ રેલ્વે પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. રાઠોડના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવી હતી.ગત તા. ૨૮.૦૮.૨૦૨૬ ના રોજ દાહોદ રેલ્વે પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ની કલમ ૧૦૮, ૭૭, ૭૯, ૩૫૬ તેમજ આઈ.ટી. એક્ટની કલમ ૬૬(E) અને ૬૭ મુજબ ગુનો નોંધાયો હતો (ગુ.ર.નં. ૧૧૨૧૨૦૬૧૨૬૦૧૧૪/૨૦૨૬). આરોપીએ ઇન્સ્ટાગ્રામ પર baby_kaur_ નામનું નકલી (ફેક) આઈ.ડી. બનાવી મૃતક મહિલાનો અન્ય પુરુષ સાથેનો અશ્લીલ ફોટો વાયરલ કર્યો હતો. બદનામીના ડરથી મહિલાએ ટ્રેન સામે ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી, ત્યારબાદ આરોપી ફરાર થઈ ગયો હતો.મધ્યપ્રદેશથી આરોપીની ધરપકડ:ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે દાહોદ રેલ્વે પોલીસની ટીમે આરોપીનું પગેરું મેળવી તેના વતન જબલપુર (મધ્યપ્રદેશ) ખાતે દરોડો પાડી ઝડપીયો નામ: ગુરજીતસિંગ રણજીતસિંગ ડાંગી (ઉંમર: ૨૪ વર્ષ)ધંધો: ચાદર-કંબલની ફેરીરહેઠાણ: ૨૩૩૪, અન્ના મહોલ્લા, મદન મહલ, લામટી, જિલ્લો- જબલપુર (મધ્યપ્રદેશ)તેને ઝડપી લીધો હતો. હાલ આરોપીની અટકાયત કરી પ્રશંસનીય કામગીરી કરનાર પોલીસ ટીમ:જે.બી. રાઠોડ (પોલીસ ઇન્સ્પેક્ટર)જયંતીભાઈ પુંજાભાઈ (એ.એસ.આઈ.)દિપકકુમાર સાનતસિંહ (હેડ કોન્સ્ટેબલ)દિલીપકુમાર હિમસિંહ (હેડ કોન્સ્ટેબલ)જીતેન્દ્ર સાહેબરાવ (હેડ કોન્સ્ટેબલ)યોગીનાબેન મકનાભાઈ (મહિલા પોલીસ કોન્સ્ટેબલ) હાલ આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.