તા.૨૬.૧૧.૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Dahod:દાહોદ SOG પોલીસની મોટી કાર્યવાહી:ધાનપુરના દુધામલી ગામેથી રૂ. ૨.૩૦ કરોડથી વધુનો ગાંજાનો જથ્થો ઝડપાયો એક આરોપીની ધરપકડ દાહોદ SOG પોલીસે નશાના કારોબાર સામે મોટી કાર્યવાહી કરી છે. ધાનપુર તાલુકાના દુધામલી ગામેથી રૂ. ૨ કરોડ ૩૦ લાખથી વધુની કિંમતનો ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો ચોક્કસ બાતમીના આધારે SOG પોલીસે દુધામલી ગામના સ્ટેશન ફળિયામાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન કોલાભાઈ વિરાભાઈ બારીયા નામના શખ્સના ત્રણ ખેતરોમાંથી લીલા ગાંજાનું ગેરકાયદે વાવેતર મળી આવ્યું હતું. પોલીસે ખેતરોમાંથી કુલ ૩૭૮ છોડ જપ્ત કર્યા છે.જપ્ત કરાયેલા આ ગાંજાના છોડનું કુલ વજન ૪૬૦.૮૩૦ કિલોગ્રામ થાય છે, જેની બજાર કિંમત રૂ. ૨,૩૦,૪૧,૫૦૦/- આંકવામાં આવી છે. ઘટનાસ્થળે FSLની ટીમને બોલાવી પરીક્ષણ કરાવતા આ જથ્થો ગાંજો હોવાનું સ્પષ્ટ થયું હતું.SOG ટીમે આરોપી કોલાભાઈ બારીયાની સ્થળ પરથી જ ધરપકડ કરી સમગ્ર મુદ્દામાલ કબજે લીધો છે. આ મામલે ધાનપુર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.