તા.૨૬.૧૧.૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Sukhsar:સુખસરના ખાતરપુરના મુવાડામાં એક જ વૃક્ષ પર બે યુવક-યુવતીના મૃ*તદેહ મળ્યા, પોલીસ તપાસ શરૂ દાહોદ જિલ્લાના સુખસર તાલુકાના ખાતરપુરના મુવાડા ગામેથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામના ભગોરા ફળિયામાં એક યુવક અને એક યુવતીના મૃ*તદેહ એક જ વૃક્ષ પર ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને શોકનો માહોલ છવાઈ ગયો છે.મળતી વિગતો મુજબ, સવારે આશરે 7:00 વાગ્યાની આસપાસ સ્થાનિક લોકોને આ ઘટનાની જાણ થતાં ગામમાં અફરાતફરી મચી ગઈ હતી. ત્યારબાદ ગ્રામજનોએ તાત્કાલિક સુખસર પોલીસને જાણ કરી હતી.માહિતી મળતા જ સુખસર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકોની પ્રાથમિક વિગતોમાં:ભગોરા અજયભાઈ મગનભાઈ (ઉંમર આશરે 18 વર્ષ ), રહે. ખાતરપુરના મુવાડા, ભગોરા ફળિયું એક યુવતી (ઉંમર આશરે 17 વર્ષ), રહે. ખાતરપુરના મુવાડા બંને મૃ*તદેહોને પોસ્ટમોર્ટમ અને આગળની તપાસ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.હાલ આ પગલું કયા કારણોસર ભરવામાં આવ્યું તે અંગે કોઈ સત્તાવાર વિગત સામે આવી નથી. ઘટના પાછળનું સાચું કારણ જાણવા સુખસર પોલીસે તપાસ શરૂ કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ સમગ્ર હકીકત સ્પષ્ટ થશે.