તા.૨૭/૧૧/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર ‘બાળલગ્ન-મુક્ત ભારત અભિયાન’ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો Rajkot: પડધરી કન્યા તાલુકા શાળા ખાતે આજરોજ વિશેષ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ‘બાળલગ્ન-મુક્ત ભારત’ અભિયાન અંતર્ગત બાળલગ્ન જેવી સામાજિક કુરિવાજને જોતદૂર કરવા અને સમાજમાં જાગૃતિ લાવવાના હેતુથી શપથગ્રહણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં જિલ્લા કાનૂની સેવા મંડળના સેક્રેટરી શ્રી કે.બી. રાઠોડ, શ્રીમતી પૂજાબેન પ્રજાપતિ (જે.એમ.એફ.સી.), શ્રીમતી શિખાબેન ગોહેલ (જે.એમ.એફ.સી., પડધરી), જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના અધિક્ષક શ્રી રોહિતભાઈ પીપરીયા, જિલ્લા બાળસુરક્ષા એકમના પ્રોટેક્શન ઓફિસર શ્રી દેવાંશી ટાંક, સરપંચશ્રી, તલાટી કમ મંત્રીશ્રી, શાળાના આચાર્યશ્રી તથા ગ્રામસભાના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત અધિકારીશ્રીઓ દ્વારા બાળકો તથા ગ્રામજનોને બાળલગ્નના દુષ્પરિણામો અંગે સમજણ આપવામાં આવી હતી. તેમજ બાળલગ્ન અટકાવવા, દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા અને સમાજને બાળલગ્ન મુક્ત બનાવવા માટે સૌને જાગૃત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત તમામ અધિકારીશ્રીઓ, બાળકો અને ગ્રામસભાના સભ્યોએ બાળલગ્ન-મુક્ત ભારત માટે શપથ લીધા હતા અને બાળલગ્ન અટકાવવા માટે સહિયારા પ્રયાસો માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.