મકવાણા ચંદ્રવદન-પારડી
કિલ્લા પારડી.દમણીઝાપા સોના દર્શન પાસે ટેમ્પાનું ટાયર બ્લાસ્ટ થતા ચાલકે કાબુ ગુમાવતા ગ્રીલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો મળતી વિગત મુજબ ગુરૂવારના રોજ રાત્રે 11.30 વાગ્યાની આસપાસ બનેલી ઘટનાની શુક્રવારના રોજ મળેલી વિગત મુજબ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના દમણી ઝાપા હાઇવે ઉપર સોના દર્શન પાસે એક MH04LY2646 નબર નો ટેમ્પો પસાર થઈ રહ્યો હતો જે દરમિયાન ટેમ્પાનું ટાયર બ્લાસ્ટ થતા ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને ચાલકે કાબૂ ગુમાવતા ટેમ્પો ધડાકા ભેર હાઈવે અને સર્વિસ રોડ વચ્ચે આવેલા ગ્રીલ પર પડી જતા અકસ્માત સર્જાયો હતો જોરદાર અવાજ આવતા આસપાસના સ્થાનિકો અને રાહદારીઓ દોડી આવ્યા હતા પરંતુ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ હાઇવે ની ગ્રીલ ને ભારે નુકસાન થયું હતું.










