MORBI:મોરબી મકનસર નજીકથી ચોરી કે છળકપટથી મેળવેલી બાઈક સાથે થાનગઢનો શખ્સ SOGના હાથે ઝડપાયો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી શંકાસ્પદ મોટરસાયકલ સાથે નીકળેલા એક શખ્સને મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, મોરબી તાલુકાના મકનસર ગામ સ્થિત ક્રિષ્ના વિજય નળીયાના કારખાના સામે, સર્વિસ રોડ પર ઢુવા તરફથી એક ઇસમ શંકાસ્પદ હાલતમાં મોટરસાયકલ લઈને પસાર થઈ રહ્યો હતો. પેટ્રોલિંગમાં રહેલી SOG ટીમે તેને રોકી મોટરસાયકલ અંગે પૂછપરછ કરતાં તે ગલ્લાંતલ્લાં કરવા લાગ્યો હતો અને સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો.

પોલીસે બાઈકના દસ્તાવેજો તથા આર.સી. બુક માંગતા તેની પાસે કોઈ આધાર-પુરાવા નહોતા. મોટરસાયકલના રજીસ્ટ્રેશન નંબર GJ-13-BC-9932 હોવાનું સામે આવ્યું હતું, પરંતુ તેના સાચા માલિક અંગે પણ શખ્સ કોઈ સ્પષ્ટતા કરી શક્યો ન હતો. આથી મોટરસાયકલ ચોરી કે છળકપટથી મેળવેલી હોવાનું જણાતાં પોલીસે વાહન જપ્ત કર્યું હતું.
ઝડપાયેલ આરોપી: અલ્પેશભાઈ રમેશભાઈ બોહડીયા (રહે. વાવડી, તા. થાનગઢ, જી. સુરેન્દ્રનગર)કબજે કરેલ મુદ્દામાલ: હીરો મોટરસાયકલ (GJ-13-BC-9932)SOG ટીમે BNSS ની કલમ ૧૦૬(૧) હેઠળ મોટરસાયકલ કબજે કરી આરોપી અલ્પેશ બોહડીયાની BNSS કલમ ૩૫(૧)(ઇ) મુજબ અટકાયત કરી છે. આગળની વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી અર્થે આરોપીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.










