તા..૨૭.૧૧.૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાત અજય સાંસી દાહોદ Dahod:દાહોદના સહકાર નગરમાં ખુલ્લા મેદાનમાં સૂકા ઘાસમાં આગ, ફાયર બ્રિગેડે સમયસર કાબૂ મેળવ્યો દાહોદ શહેરના સહકાર નગર વિસ્તારમાં આવેલા એક ખુલ્લા મેદાનમાં સુકા ઘાસમાં અચાનક આગ લાગી હતી. પવનને કારણે આગે થોડી જ વારમાં મોટું સ્વરૂપ લઈ લીધું અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા.રહેણાંક વિસ્તારની નજીક આગ લાગતા આસપાસના રહીશોમાં ગભરાટ ફેલાયો હતો અને તરત જ ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી.માહિતી મળતા જ દાહોદ નગરપાલિકાની ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવી ગણતરીની મિનિટોમાં જ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો.સમયસર આગ બુઝાઈ જતા આસપાસના મકાનો કે મિલકતોને કોઈ નુકસાન થયું નથી, જેનાથી સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે, આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી.