MORBI મોરબી પ્રોહીબિશનના ગુનામાં 4 માસથી ફરાર આરોપી ઝડપાયો મોરબી: મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા ચાર મહિનાથી નાસતા ફરતા આરોપીને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ કામગીરી કરવામાં આવી હતી. પ્રોહીબિશનના ગુનામાં ફરાર આરોપી મહેશભાઇ ઉર્ફે મચ્છો દાનાભાઇ જારીયા (રહે. રામજી મંદિર વાળી શેરી, રવાપર ગામ, મોરબી) છેલ્લા ચાર માસથી પોલીસ પકડથી દૂર હતો.સર્વેલન્સ ટીમે બાતમીના આધારે રવાપર ગામમાંથી આરોપીને દબોચી લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.