MORBI:​’સહકાર’ કે ‘પરિવર્તન’? મોરબી APMCમાં બમ્પર મતદાન બાદ મતપેટીઓ સ્ટ્રોંગ રૂમમાં કેદ, આવતીકાલે સવારે ગણતરી

MORBI:​’સહકાર’ કે ‘પરિવર્તન’? મોરબી APMCમાં બમ્પર મતદાન બાદ મતપેટીઓ સ્ટ્રોંગ રૂમમાં કેદ, આવતીકાલે સવારે ગણતરી

મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) ની સામાન્ય ચૂંટણીમાં મતદારોએ ભારે ઉત્સાહ દર્શાવતા સરેરાશ ૯૬.૨૧ ટકા જેટલું ઐતિહાસિક મતદાન નોંધાયું છે. મોરબી, માળિયા અને ટંકારા પંથકના મતદારોએ શાંતિપૂર્ણ માહોલમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાં જ તમામ મતપેટીઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સીલ કરી સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત મૂકવામાં આવી છે. આવતીકાલે સવારે હાથ ધરાનારી મતગણતરી પર સમગ્ર જિલ્લાના સહકારી અને રાજકીય વર્તુળોની નજર મંડાયેલી છે.

મોરબી માર્કેટિંગ યાર્ડની ચુંટણી માટે આજે મતદાન યોજાયું હતું ખેડૂત વિભાગની ૧૦ બેઠક માટે ૧૯ ઉમેદવારો મેદાને હતા અને નોંધાયેલા ૧૫૦૭ પૈકી ૧૪૪૮ મતદારોએ મતદાન કર્યું હતું જયારે વેપારી વિભાગની ૦૪ બેઠકો માટે ૦૬ ઉમેદવારો મેદાને હતા જેમાં નોંધાયેલા તમામ ૫૧ મતદારોએ મતદાન કર્યું હતું મોરબી, માળિયા (મી.) અને ટંકારા તાલુકાની ૧૦૪ મંડળીઓ અને ૧૫૫૮ મતદારો ધરવત મોરબી માર્કેટિંગ યાર્ડની અગાઉ ચાર વખત ચુંટણી યોજાઈ છે અને આજે પાંચમી વખત ચુંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું હતું જેની મત ગણતરી ગુરુવારે કરવામાં આવશે અને પરિણામો જાહેર કરવામાં આવશે સહકાર પેનલ અને ખેડૂત પરિવર્તન પેનલ વચ્ચે જંગ હતો કોંગ્રેસ પ્રેરિત ખેડૂત પરિવર્તન પેનલ ખેડૂતોના વિરોધને મતમાં પરિવર્તિત કરવા પ્રયાસો કર્યા છે

​ઊંચા મતદાનને પગલે બંને પક્ષો પોતપોતાની જીતના મક્કમ દાવા કરી રહ્યા છે, જેના કારણે બંને છાવણીઓમાં ભારે ઉત્તેજના સાથે ધબકારા વધી ગયા છે. સહકારી મતદારોએ વર્તમાન વ્યવસ્થા પર પુનઃ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે પરિવર્તનને આવકાર્યું છે, તેનું ચિત્ર આવતીકાલે મતગણતરી બાદ સ્પષ્ટ થશે.

23
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો