તા.૨૬.૧૧.૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Limdi:લીમડીની નિરામય હોસ્પિટલ સામે ગંભીર બેદરકારીના આક્ષેપ: સારવાર દરમિયાન સાપોઈના દર્દીનું મો*ત, પોલીસ પર પણ ગેરવર્તનનો આરોપ દાહોદ જિલ્લાના લીમડીમાંથી એક ગંભીર અને સંવેદનશીલ ઘટના સામે આવી છે. ગુરુ ગોવિંદ લીમડી નગરની નિરામય હોસ્પિટલમાં સારવાર દરમિયાન સાપોઈ ગામના અમલીયાર સિંગાભાઈનું મો*ત નીપજતાં પરિવારજનોએ તબીબી બેદરકારીના ગંભીર આક્ષેપ કર્યા છે. એટલું જ નહીં, ન્યાયની માંગ સાથે પોલીસ સ્ટેશન પહોંચેલા મૃતકના પુત્ર સાથે પોલીસ અધિકારીએ ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હોવાનો પણ આરોપ મુકાયો છે.પરિવારજનોના આક્ષેપ મુજબ, હોસ્પિટલમાં સારવાર દરમિયાન ડોક્ટર મેઘા નિનામા દ્વારા દર્દીને ઠંડી લોહીની બોટલ ચઢાવવામાં આવી હતી. આ બોટલ ચઢાવ્યા બાદ દર્દીને રિએક્શન આવ્યું હતું અને ત્યારબાદ ઇન્જેક્શન આપ્યા બાદ તેમનું મો*ત નીપજ્યું હોવાનો પરિવાર દાવો કરી રહ્યો છે. આ ઘટનાને લઈને પરિવારજનોમાં ભારે રોષ અને શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.ઘટના બાદ મૃ*તકના પુત્ર જવાબદારો સામે કાર્યવાહીની માંગ લઈને લીમડી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પરિવારનો આક્ષેપ છે કે ફરિયાદની રજૂઆત દરમિયાન પી.આઈ. પટેલ દ્વારા મૃ*તકના પુત્ર સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું હતું.હાલ મૃ*તકના પરિવાર દ્વારા સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી છે. હોસ્પિટલની સારવાર પ્રક્રિયા, કથિત તબીબી બેદરકારી અને પોલીસ સ્ટેશનમાં થયેલા વર્તન અંગે આરોગ્ય વિભાગ તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી પરિવારજનોની માંગ છે.