મેઘરજ- નવાગામમાં(ઈસરી) તસ્કરોનો તરખાટ, એક જ રાતમાં પાંચ મકાનને નિશાન બનાવ્યાનો આક્ષેપ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજ- નવાગામમાં(ઈસરી) તસ્કરોનો તરખાટ, એક જ રાતમાં પાંચ મકાનને નિશાન બનાવ્યાનો આક્ષેપ

અરવલ્લી, મેઘરજ: મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિના સમયે તસ્કરો દ્વારા ચોરીની ઘટનાઓને અંજામ આપવામાં આવી હોવાની માહિતી સામે આવતા સ્થાનિકોમાં ચકચાર મચી છે. ઇસરી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા નવાગામ (ઇસરી) ગામમાં એક જ રાત દરમિયાન પાંચ જેટલા મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા હોવાનો આક્ષેપ ઘરમાલિકો દ્વારા કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, રાત્રિના સમયે અજાણ્યા તસ્કરો ગામમાં આવેલા કેટલાક રહેણાંક મકાનોમાં ઘૂસ્યા હતા. તસ્કરોએ મકાનોમાં તપાસ કરી અનાજ, રોકડ રકમ તેમજ સોના-ચાંદીના દાગીના સહિતની ચીજવસ્તુઓ ચોરી કરી હોવાનો ઘરમાલિકો દ્વારા દાવો કરવામાં આવ્યો છે. એક ઘરમાલિકના જણાવ્યા મુજબ, ચાંદીના છરા, રૂ.7,200 રોકડ રકમ તથા સોનાની ચુની સહિતની વસ્તુઓ ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે.ચોરીની ઘટના બાદ તસ્કરો દ્વારા કેટલાક મકાનોમાંથી કપડાની પેટીઓ અને કપડાં બહાર લઈ જઈ નજીકના ખેતરમાં ફેંકી દેવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. સવારે પરિવારજનોને મકાનમાં ચોરી થયાની જાણ થતાં તેમણે આસપાસ તપાસ કરી હતી, ત્યારે ખેતરમાં કપડાની પેટીઓ અને કપડાં મળી આવ્યા હતા.

એક જ રાતમાં ગામના પાંચ મકાનોને નિશાન બનાવવામાં આવ્યા હોવાની માહિતીથી સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે. ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ વધારવાની તેમજ ચોરીના બનાવમાં સંડોવાયેલા શખ્સોને ઝડપી પાડવાની માંગ પણ ઉઠી રહી છે.ઘરમાલિકોએ સમગ્ર બનાવ અંગે ઇસરી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી છે

એક જ રાતમાં પાંચ મકાનોમાં ચોરીની ઘટના બનતા નવાગામ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ સુરક્ષાને લઈને ચર્ચા શરૂ થઈ છે. હવે પોલીસ તપાસમાં ચોરી પાછળ કેટલા શખ્સો સંડોવાયેલા હતા અને તેઓ કઈ રીતે મકાનોમાં પ્રવેશ્યા હતા તે સહિતની વિગતો બહાર આવે છે કે કેમ તેના પર સૌની નજર છે

36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો