ભરૂચમાં મહેસુલી કર્મચારીઓ દ્વારા વિવિધ પડતર પશને અચોક્કસ મુદ્દતની હળતાલ શરૂ કરવામાં આવી છે જેમાં કર્મચારીઓ દ્વારા કાળા કપડા પહેરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો

સમીર પટેલ, ભરૂચ

 

ભરૂચમાં મહેસૂલી કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન યથાવત રહ્યું છે. 5 ઓક્ટોબરે માસ સી.એલ. પર ઉતર્યા બાદ આજે, 7 ઓક્ટોબરથી મહેસૂલી કર્મચારીઓએ અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરી છે. ભરૂચ કલેક્ટર કચેરી ખાતે કર્મચારીઓ કાળા કપડાં પહેરી ધરણા પર બેઠા હતા.મહેસૂલી કર્મચારીઓ લાંબા સમયથી પડતર રહેલી 14થી વધુ માંગણીઓના નિરાકરણની માંગ કરી રહ્યા છે. જેમાં બઢતી-બદલીના પ્રશ્નો, મહેસૂલી તલાટીઓનો જોબ ચાર્ટ, પગાર ધોરણમાં સુધારો, સિનિયોરિટી યાદી પ્રસિદ્ધ કરવી અને મૂળ જોબ ચાર્ટ સિવાયનું વધારાનું કામ દૂર કરવું સહિતની માંગણીઓનો સમાવેશ થાય છે.કર્મચારીઓનું કહેવું છે કે આ પ્રશ્નો અંગે સરકાર સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી નક્કર ઉકેલ આવ્યો નથી. જેના પગલે કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.માસ સી.એલ. બાદ હવે અચોક્કસ મુદતની હડતાળ શરૂ થતાં ભરૂચની મહેસૂલી કચેરીઓમાં સરકારી કામગીરી પર અસર પડવાની શક્યતા છે. કર્મચારીઓએ સરકાર વહેલી તકે તેમની પડતર માંગણીઓનો ઉકેલ લાવે તેવી માંગ કરી છે.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

ભરૂચની દૂધધારા ડેરીના ગ્રાઉન્ડ પર સેવા જ્યોત યાત્રા અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

Horoscope

Weather

વધુ વાંચો

ભરૂચની દૂધધારા ડેરીના ગ્રાઉન્ડ પર સેવા જ્યોત યાત્રા અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો