અરવલ્લી વખતપુરા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને આપત્તિ વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન અપાયું

અરવલ્લી

અહેવાલ- હિતેન્દ્ર પટેલ

અરવલ્લી વખતપુરા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને આપત્તિ વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન અપાયું

ચાર્ટ્સ પ્રદર્શન અને વીડિયો દ્વારા આપત્તિ સમયે શું કરવું અને શું ન કરવું તેની સમજ અપાઈ

 

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના નવલપુરા ગામે આવેલી વખતપુરા પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓમાં આપત્તિ વ્યવસ્થાપન અંગે જાગૃતિ કેળવવાના હેતુથી માર્ગદર્શનલક્ષી પ્રવૃત્તિ યોજવામાં આવી હતી.

આ પ્રવૃત્તિ દરમિયાન વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારની આપત્તિઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આપત્તિ સર્જાય ત્યારે કઈ સાવચેતી રાખવી, પોતાનો તથા અન્યનો બચાવ કેવી રીતે કરવો અને આવી પરિસ્થિતિમાં શું કરવું તથા શું ન કરવું તે અંગે ચાર્ટ્સ પ્રદર્શન અને વીડિયો દ્વારા વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.આ પ્રવૃત્તિનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં આપત્તિઓ પ્રત્યે જાગૃતિ વધારવા તેમજ આપત્તિના સમયે સતર્કતા, સમજદારી અને સુરક્ષિત વર્તન અંગેની જાણકારી વિકસાવવાનો હતો.આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી, કર્મચારીગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો