MORBI:અમરેલી નિવાસી દક્ષાબેન (ઇલુબેન) ભટ્ટનું અવસાન: આવતી કાલે મોરબી ખાતે પિયર પક્ષનું બેસણું યોજાશે

મોરબી:મૂળ અમરેલી નિવાસી દક્ષાબેન (ઇલુબેન) બકુલભાઈ ભટ્ટનું ગત તારીખ ૨૧/૦૯/૨૦૨૬ના રોજ દુઃખદ અવસાન થયું છે.

સ્વ. દક્ષાબેન તે બકુલભાઈ ભટ્ટ (અમરેલી)ના પત્ની, સ્વ. સનતભાઇ નર્મદાશંકર ભટ્ટના દીકરી તેમજ મોરબી બ્રહ્મસમાજના અગ્રણી, હળવદ શહેર ભાજપ પ્રભારી અને મોરબી જીલ્લા ભાજપના પૂર્વ મંત્રી નીરજભાઈ સનતભાઈ ભટ્ટ, શર્મિલાબેન દીપકકુમાર જોશી તથા ધ્વનીબેન કમલકુમાર પંડ્યાના બહેન થતા હતા.
સદગતનું પિયર પક્ષનું બેસણું આવતીકાલે તારીખ ૨૬/૦૯/૨૦૨૬, શનિવારના રોજ સાંજે ૪:૦૦ થી ૬:૦૦ કલાક દરમિયાન “માતૃછાયા”, આનંદ નગર શેરી નંબર ૨, શનાળા બાયપાસ પાસે, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.










